Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂનાગઢમાં પરપ્રાંતીય પરિણીતાનું અપહરણ કરી જઈને દુષ્કર્મ

-પુત્ર તથા પતિને મારી નાખવા પણ આપી ધમકી, બે શખ્સ સામે એ ડિવીઝનમાં ફરિયાદ

જૂનાગઢ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાને બે શખ્સોએ તને પતિ પાસે મુકી જઈએ તેમ કહી કારમાં અપહરણ કરી માર મારી તેણી પર દુષ્કર્મ ગુજારી કોઈને વાત કરીશ તો પુત્ર તથા પતિને મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ થતા એ ડિવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના હાલ દોલતપરા વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાને તા. ૨૭ ડિસે.ના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા યુનુસ સુમરાએ ફોન કરી કામ છે તેમ કહી બોલાવી હતી. બાદમાં વિપુલ નામના શખ્સની મદદથી તને તારા પતિ પાસે મુકી જઈએ તેમ કહી કારમાં બેસાડી લઈ ગયા હતા.

પરિણીતાએ મને ક્યાં લઈ જાવ છો તેમ પૂછતા તેને થપ્પડ મારી સીમ વિસ્તારમાં લઈ જઈ યુનુસ સુમરા તથા વિપુલ નામના શખ્સે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં કોઈને જાણ કરીશ તો પરિણીતાના પતિ તથા પુત્રને મારી નાખવા ધમકી આપી હતી. આ અંગે ગતરાત્રે પરિણીતાએ ફરિયાદ કરતા એ ડિવીઝન પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Post Comments