Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં લેબલ વગરનાં તલ, મમરાના લાડુનો કરાયો નાશ

- મકરસંક્રાતિના પર્વને લઈને ફુડ શાખાના દરોડા

જામનગર, તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

જામનગર શહેરમાં મકરસંક્રાતિના પર્વને લઈને શહેરના મિઠાઈના વિક્રેતાઓ ઉપરાંત તલ-મમરાના લાડુ, ચીકી વગેરેનું વેચાણ કરતા દોઢ ડઝન જેટલા વેપારીઓને ત્યાં આજે સવારથી ફુડ શાખાની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. તલ-મમરાના લાડુનું વેચાણ કરતા પાંચ વેપારીઓને ત્યાંથી લેબલ વગરના તલ અને મમરાના લાડુઓ વગેરે મળી પચાસ કિલોથી વધુના જથ્થાનો નાશ કરાયો હતો.

દોઢ ડઝન વેપારીઓને ત્યાં ચેકિંગ

આ ઉપરાંત જામનગર શહેરના રણજીત રોડ, સેન્ટ્રલ બેન્ક સહિતના રોડ પર આવેલી જુદી જુદી એકાદ ડઝન જેટલી મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પૈકી ચાર મીઠાઈની દુકાનોમાંથી જલેબી-ઉંધીયુ ઉપરાંત બુંદીના નમુનાો લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. મકરસંક્રાતિના તહેવાર દરમ્યાન મીઠાઈ- ઉંધીયુ- તલ મમરાના લાડુ, ચીકી જેવા આરોગ્યપ્રદ ખોરાકનો વધુ વેચાણ થતુ હોય છે જેમાં વેપારીઓ દ્વારા કોઈ મિલાવટ કરવામાં આવે છે કે કેમ તેમજ અખાદ્ય ખોરાક અપાતો નથી ને તે ચકાસવા માટે ફુડ શાખા દ્વારા જામનગરમાં આજે દરોડાઓ પાડવામાં આવ્યા હતા.

જામનગરના તલ-મમરાના લાડુના વિક્રેતાઓ ગુલામ અલી, દિપ એજન્સી, કિંગ સીઝન સ્ટોર, અબ્દુલ મજીદ (અપના સિઝન સ્ટોર) આ ઉપરાંત મીઠાઈના વિક્રેતાઓ અંબિકા ડેરી, ઈન્ડીયા સ્વીટ, શિવશક્તિ નાસ્તા ભુવન, ઝુલેલા સ્વીટ, આસનદાસ સ્વીટ, ગોર ફરસાણ, કિરીટ ફરસાણ, ચંદારાણા એજન્સી, આશીર્વાદ વસ્તુ ભંડાર વગેરે દુકાનદારો અને મિઠાઈ વિક્રેતાઓને ત્યાં ફુડ શાખાએ દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું.

Post Comments