Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એચ.એસ.આર.પી. નંબર પ્લેટ માટે ડીલરો દ્વારા વાહન ચાલકો પાસેથી લૂંટ

-ટુ વ્હીલરના ૨૨૯ના બદલે ૩૫૦ થી ૪૦૦ તો ફોર વ્હીલરની નંબર પ્લેટ માટે ૫૫૦ના બદલે ૮૦૦ થી ૯૦૦ રૃપિયાના

જૂનાગઢ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

જૂનાગઢ જિલ્લામાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ માટે ડિલરો દ્વારા વાહન ચાલકોે પાસેથી ખુલ્લેઆમ  લૂંટ થઈ રહી છે. નિયમ મુજબ ટુ વ્હીલરની નંબર પ્લેટના ૨૨૯ રૃપિયા છે.

તેના ૩૫૦ થી ૪૦૦ રૃપિયા તેમજ ફોર વ્હીલરના ૫૫૦ના બદલે ૮૦૦ થી ૯૦૦ રૃપીયાનું ઉઘરાણું કરાઈ રહ્યું છે. જેના સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અને પગલા લેવા માંગ ઉઠી છે. તો આર.ટી.ઓ.  દ્વારા તપાસ બાદ નોટિસ અપાશે તેમ જણાવાયું હતું.

ગુજરાતમાં વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવી છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવા માટે આર.ટી.ઓ. તથા વાહનોના ડીલરોને ત્યાં ભારે ઘસારો થઈ રહ્યો છે.

પરંતુ આ સ્થિતીનો વાહનોના ડીલરો લાભ લઈ રહ્યા છે. અને વાહન ચાલકો પાસેથી ખુલ્લેઆમ વધુ પૈસા લઈ લૂંટ ચલાવી રહ્યાની પણ ફરિયાદો ઉઠી છે. આર.ટી.ઓ.ના નિયમ મુજબ ૧૪૦ રૃપિયા ઉપરાંત ૮૯ રૃપીયા કમિશન તથા સર્વિસ ચાર્જ મળી કુલ ૨૨૯ રૃપિયા જ વસુલી શકે છે.

પરંતુ ડીલરો ટુ વ્હીલર ચાલકો પાસેથી ૩૫૦ થી ૪૦૦ રૃપીયા તેમજ ફોર વ્હીલરના નિયમ મુજબ ૪૦૦+૧૫૦ મળી કુલ ૫૫૦ના બદલે ૮૦૦થી ૯૦૦ રૃપિયા ઉઘરાવી રહ્યાની વાહનચાલકોમાંથી ફરિયાદ ઉઠી છે. એચ.એસ.આર.પી. નંબર પ્લેટને ફરજીયાત કરાતા ડીલરો વાહન ચાલકો પાસેથી તકનો લાભ લઈ વધુ પૈસા પડાવી રહ્યા છે.

આ અંગે જૂનાગઢના ઈન્ચાર્જ આર.ટી.ઓ. યશપાલ સિંહ સરવૈયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ડીલરો દ્વારા વધુ પૈસા લેવાતા હોવાની ફરિયાદો મળી છે. આ અંગે તપાસ બાદ વધુ પૈસા લેતા ડીલરોને નોટિસ અપાશે

અત્રે નોંધનીય છે કે આર.ટી.ઓ.ના નિયમથી વધુ પૈસા લેતા ડીલરોને હવે નોટિસ અપાશે. પરંતુ અત્યાર સુધી જે વાહન ચાલકો પાસેથી વધુ પૈસા લઈ લીધા તેનું શું? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વધુ પૈસા પડાવતા ડીલરો સામે કડક પગલા લેવામાં આવે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.

Post Comments