Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશ પર કબજો જમાવશે સોનું, રશ્કે કમર, બાહુબલી અને ચાર બંગડીવાળી ગાડી

-પતંગની બજારમાં નવી વરાઈટીની ધૂમ

રાજકોટ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

સંકરાત તો દર વર્ષે આવે અને જાય છે, પણ નવું શું છે? એવું પૂછીએ ત્યારે અનેક વરાઈટીઓ વિશે જાણવા મળે છે. રવિવારે રાજકોટમાં સોનું, રશ્કે કમર, ચાર બંગડીવાળી ગાડી અને બાહુબલી-૨ આકાશમાં કબજો જમાવતી જોવા મળશે.

બહુ મોટી પતંગ ચગાવવા માટે સૂતરનો જાડો દોરો જોઈએ

ગયા વર્ષે મુંબઈની આરજે મલિષ્કાએ રજૂ કરેલા પેરોડી ગીત સોનુ, તુલા બીએમસી પે ભરોસા નાઈ કાએ દેશ આખામાં પડઘો પાડયો અને મૂળ મરાઠી ગીતમાંથી બનેલી આ પેરોડી પર જુદી-જુદી સેંકડો પેરોડી બની. જે સોશિયલ મીડિયામાં છવાઈ હતી. કાલે તે આકાશમાં પણ છવાયેલી જોવા મળશે. સોનું તને મારા પર ભરોસો નંઈ કે સ્લોગન લખેલી પતંગનો બજારમાં જબ્બર ક્રેઝ છે.

આ ઉપરાંત ચાર ચાર બંગડીવાળી ગાડી, મેરે રશ્કે કમર અને બાહુબલિ-ટુ વાળી પતંગ હોટ ફેવરિટ બની છે. વાઈટ ચીલ અને કલર ચીલની ડિમાન્ડ તો હંમેશા મુજબ જોવા મળી હતી. રૃા.૧૦ના પંજાથી માંડીને રૃા.૧૦૦ની એક પતંગ પણ મળી રહી છે.
દોરો પાવા સંખજીરૃ અને ભાતનો ઉપયોગસો રૃપિયાવાળી પતંગ જમ્બો હોય છે. તે ચગાવવા માટે સૂતરના દોરાની જરૃર પડે છે. દોરામાં હંમેશા પ્રમાણે બરેલીની માગ જોવા મળી રહી છે. છ તારથી બાર તારવાળા દોરા પાતી વખત કાચ, સરસ અને ભાતનો ઉપયોગ કરવામાં આવે છે. કાચની અવેજીમાં સંખજીરૃ પણ વપરાતું હોય છે.

 
પતંગ રસિકોને મળશે લઘુતમ જરૃરી પવન
આજે બાવડાંઓની કસરત કરાવશે પવન,ગતિ ૧૦-૧૫ કિ.મી.સંભવ
ઠંડી પડી ગઈ 'ઠંડી:ઉત્તર-પૂર્વથી ફૂંકાતો ધીમો પવનઃ પાંખા વાદળો આજે પણ રહેવાની શક્યતા

રાજકોટ,શનિવાર
સૌરાષ્ટ્રમાં અને ખાસકરીને રાજકોટમાં જેનું સવિશેષ મહત્વ રહ્યું છે તે પતંગોત્સવ ઉજવવા આજે મોડી રાત્રિ સુધી તડામાર તૈયારીઓ ચાલતી હતી ત્યારે આવતીકાલના આ પતંગપર્વમાં સૌથી જરૃરી બાબત પવન છે. જે અંગે હવામાનખાતાની આગાહી મૂજબ આવતીકાલે પવન ઉત્તર કે ઉત્તર-પૂર્વ તરફથી આવવાની અને ઝડપ ૧૦થી ૧૫ કિ.મી. સુધી રહેવાની શક્યતા દર્શાવાઈ છે.

આજે રાજકોટમાં પવનની સરેરાશ ઝડપ કલાકના માત્ર ૪ કિલોમીટરની રહી હતી અને દિશા બદલાતી રહી હતી. જો પવન ૧૫થી ૨૦ કિ.મી.નો હોય તો પતંગ સડસડાટ ઉપર ચડી જાય છે. આમ, આવતીકાલે પતંગરસિકોના બાવડાંએ બળ વધુ વાપરવું પડે તો નવાઈ નહીં. જો કે હાલ હવામાન સતત બદલાતું રહે છે અને પવનના સૂસવાટા ક્યારે શરુ થઈ જાય તેની ચોક્કસ આગાહી હોતી નથી.

બીજી તરફ ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઠંડી 'ઠંડી' પડી ગઈ છે. આજે રાજકોટમાં તો બપોરે ૩૨.૭ સે.તાપમાને ગરમીનો અહેસાસ થયો હતો અને સામાન્ય રીતે હાડ થિજાવતી ઠંડી પડે તેવા પોષ માસમાં એ.સી., પંખા ચાલુ કરવાની નોબત આવી હતી. ન્યુનત્તમ તાપમાન પણ વધીને ૧૮.૩એ પહોંચ્યું હતું.

સૌરાષ્ટ્રભરમાં માંડ સેટ થઈ રહેલો શિયાળો ફરી અપસેટ થઈ ગયો છે. આજે ન્યુનત્તમ તાપમાનનો પારો ભાવનગર, વેરાવળ, મહુવા જેવા દરિયાકાંઠાના સ્થળો પાસે તો ૨૦ સે.ને પાર થઈ ગયો હતો. અન્યત્ર અમરેલી ૧૭.૭, દ્વારકા ૧૯.૪, પોરબંદર ૧૭.૮, દિવ ૧૯.૬, સુરેન્દ્રનગર ૧૯.૦ તો મહત્તમ તાપમાન ૩૦થી ૩૧ સે.ને પાર થતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી. આમ, કાલે વહેલી સવારથી પતંગ ઉડાડનારાએ પણ ગરમવસ્ત્રોની જરૃર ન પડે તેવી શક્યતા છે.

Post Comments