Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગર નજીક બાયોમેડિકલ વેસ્ટના ઢગલામાં આગ લાગવાથી અફડાતફડી

- એક કિમી વિસ્તારમાં છવાયું કાળા ડિબાંગ ધુમાડાનું પ્રદુષણ

- પવનની ઉલટી દિશાના કારણે ખાનગી સ્કૂલ તરફ ધૂમાડો નહીં જતા ગંભીર દુર્ઘટના ટળી: એફ.એસ.એલ.ની મદદથી તપાસ

જામનગર, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

જામનગરની ઢીંચડા રોડ પર બપોરે ત્રણેક વાગ્યાના સમયે બાયોમેડીકલ વેસ્ટના ઢગલામાં કોઇએ આગ ચાંપી દેતાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આસપાસના વાતાવરણમાં ભારે પ્રદુષણ ફેલાયું હતું. કાળા ડીબાંગ ધુમાડાઓએ મોટું સ્વરૃપ ધારણ કર્યુંં હતું. અને બે કિ.મી. દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. જેના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો બે ફાયર ફાયટરોની મદદથી આગને કાબુમાં લીધી હતી. જે દરમિયાન આસપાસના એકાદ કિ.મી.ના એરીયામાં કાળા ડીબાંગ ધુમાડાના કારણે વાતાવરણ પ્રદુષિત બની ગયું હતું. બાયો મેડિકલ વેસ્ટની કેટલીક સામગ્રીઓ ઉપરાંત રૃમ ફ્રેશનરના ડબલાઓ, ફિનાઇલની ગોળીઓ તથા અન્ય પ્લાસ્ટીકનો કચરો સહિતની વેસ્ટેજ સામગ્રી પર કોઇએ આગ લગાડી દીધી હતી. જેના કારણે પ્રદુષણ ફેલાયું હતું.

પવનની દિશા ઉંધી તરફ હતી જેના કારણે ધુમાડાના ગાટો બાજુમાં આવેલી સ્કૂલ સુધી પહોંચી શક્યા ન હતા જેના કારણે દુર્ઘટના ટળી હતી. આ ઘટના બની ત્યારે ખાનગી શાળામાં અનેક વિદ્યાર્થીઓ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે અભ્યાસ પણ કરી રહ્યા હતા. તેઓ આ ઘટનાનો ભોગ બનત તેવી સ્થિતિ સર્જાય શકે તેમ હતી. પરંતુ સદભાગ્યે પવનની દિશા ઉલ્ટી અને સમયસર આગ બુજાવી દેવાના કારણે દુર્ઘટના ટળી હતી.

અહીં બાયો વેસ્ટનો કચરો તેમજ ફિનાઇલની ગોળીઓ રૃમ સ્પ્રેની બોટલો અને ડબલા વગેરે સહિતની સામગ્રીઓ કઇ રીતે આવી અને કઇ રીતે અહિં ફેંકવામાં આવી અને કોણે આગ લગાડી છે તે સમગ્ર ઘટના જાણવા માટે પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. અને એફ.એસ.એલ.ની મદદથી તપાસ શરૃ કરી હતી.

Post Comments