Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખંભાળિયા યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ન ખરીદાતા ખેડૂતોમાં રોષ

- કલેકટર કચેરી ખાતે ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ પણ

- માત્ર ૨૦૨ ખેડૂતોની જ મગફળી સ્વિકારવાની સૂચના હોવાનો યાર્ડનો જવાબ : હજુ ૬૦ થી ૭૦ ટકા મગફળી ખેડૂતો પ

ખભાળિયા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે ગઈકાલે ખેડૂતોનાં વિરોધ પ્રદર્શન બાદ પણ આજે માર્કેટ યાર્ડ સ્થિત એક માત્ર ખરીદ કેન્દ્ર ખાતે ટેકાનાં ભાવે  ૨૦૨ ખેડૂતોને બાદ કરતા બાકીના ખેડૂતોની મગફળી ખરીદવાનો ઈન્કાર કરાતાં ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી વા પામી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના આઠ પૈકી માત્ર એક જ આઠ નંબરનું ખંભાળિયા માર્કેટીંગ યાર્ડનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં જ મગફળીની ખરીદી કરવામાં આવે છે. આ કેન્દ્રમાં ગુજકોટમાંથી આવેલી યાદી પ્રમાણે તા.૫થી તા.૯મી માર્ચ સુધીના સમયગાળામાં ૨૦૨ ખેડૂતોની જ મગફળી સ્વીકારવાનું જણાવાયું છે. અન્ય તમામ કેન્દ્રોમાં મગફળીની ખરીદી બંધ કરાઈ છે.

ખંભાળિયા સ્થિત કલેકટર કચેરી ખાતે બુધવારે મોટી સંખ્યામાં ગયેલા સુદામા રૃપી ખેડુતોને ઉપસ્થિત અધિકારીઓએ ખંભાળિયા એ.પી.એમ.સી. યાર્ડના કેન્દ્રમાં જે ખેડુતને અન્ય કેન્દ્રનો મેસેજ આવ્યો હોય, તેમણે પણ અહિં જ મગફળી આપવા જણાવાયું હતું. પરંતુ એ.પી.એમ.સી.માં ગુજકેટમાંથી ખરીદી અંગેનું નવું લીસ્ટ ન આવતાં તેમજ અગાઉનું પણ ૨૦૨નું લીસ્ટકલીયર ન થતાં આજરોજ ગુરૃવારે અહીંના કેન્દ્ર નં. આઠ એ.પી.એમ.સી. માં આવેલા ખેડૂતોને મગફળી ખરીદવાની ના કહી દેવામાં આવી હતી.

આમ, એસ.એમ.એસ.ની વિસંગતતા તેમજ મગફળીની ખરીદી ન કરાતાં અહિંના એક ખેડૂતે કલેકટરને પત્ર પાઠવી તાકીદે પગલાં લેવાની માંગ કરી છે. આ ઉપરાંત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઉત્પાદિત થયેલી મગફળીની આશરે ૬૦થી ૭૦ ટકા જથ્થો હજુ સુધી વેંચાયા વગરનો પડયો છે. ખુલ્લી બજારમાં મગફળીનો ભાવ આશરે ૬૦૦-૬૫૦ જેટલો છે. જયારે ટેકાનો ભાવ રૃા. નવસો છે.

ત્યારે આર્થિક સંકળામણ બોગવતા તેમજ જે ખેડૂતના ઘરે પ્રસંગ હોય, તેઓએ ફરજીયાતપણે મોટી રકમની નુકશાની સહન કરીને પણ ખુલ્લી બજારમાં વેંચવી પડે છે. સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે તમામ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે ટેકાની મગફલીની ખરીદીમાં વ્યાપક હાલાકી તથા આક્ષેપો વચ્ચે આ ખાતરી પોકળ સાબિતથઈ હોવાનો ભાસ ધરતી પુત્રો કરી રહ્યાં છે. સરકારની આ નિતિ રીતીની ઉગ્ર ટીકાઓ પણ કરવામાં આવી છે.

એક કેન્દ્રમાં ખેડૂતોનાં નાણાં ફસાયાની ચર્ચા
ખંભળીયા,તા.૮
અગાઉ ૧૦ ખરીદકેન્દ્રો મારફત મગફળીની ખરીદી થઈ હતી. તેમાં એક કેન્દ્ર દ્વારા અધિકૃત કોડ નંબર મેળવ્યા વગર ૧૫૦૦ ગુણી મગફળી ખરીદવામાં આવી હતી. બાદમાં આ જથ્થો દોઢેક માસ પડતર રહ્યા બાદ અન્ય કોડધારક કેન્દ્રમાં જ મા કરાવાયો હતો. આ જથ્થો જેનો છે. તે ખેડૂતોને ચાર ચાર માસ થવા છતાં નાણાં ન મળ્યાની ચર્ચા છે.

Post Comments