Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીવમાં પૂરઝડપે જતી સ્કૂલ બસ પલ્ટી : ૩૧ વિદ્યાર્થીઓ ઘાયલ

- બુચરવાડા પોલીસ ચોકી સામે જ અકસ્માત

- વણાંકબારાથી વાંસોજ ગામે ખાનગી સ્કૂલમાં બાળકોને મુકવા જતી વખતે લાપરવાહી દાખવનાર બસ ચાલકની ધરપકડ

મોટી જાનહાની ટળતા હાશકારો
દીવ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

દીવમાં બુચરવાડા પોલીસ ચોકી સામે જ પુરઝડપે જતી સ્કૂલ બસ એકાએક પલ્ટી ખાઇ જતાં અફડાતફડી સર્જાઇ હતી. ગંભીર અકસ્માતમાં ૩૧ વિદ્યાર્થીઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડીને લાપરવાહી દાખવનાર બસ ચાલકની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે મોટી જાનહાની ટળતા સૌએ હાંશકારો લીધો હતો.

ભાવનગર નજીક ટ્રક પલ્ટી ખાવાથી ૩૩ લોકોના મોત નિપજયાની ગંભીર ઘટના હજુ તાજી જ છે ત્યાં આજે કેન્દ્ર શાસીત સંઘપ્રદેશ દીવમાં સ્કૂલ બસ પલ્ટી જવાની ઘટનાએ વાલીઓ અને તંત્ર વાહકોના સ્વાસ અદ્ધર કરી દીધા હતા. જેમાં વાંસોજ ગામે આવેલી જ્યુપીટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલની બસ આજે સવારે નિત્યક્રમ પ્રમાણે વણાંકબારાથી ૩૧ જેટલા વિદ્યાર્થીઓને લઇને શાળાએ મુકવા માટે નીકળી હતી આ દરમિયાન સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં બુચરવાડી ગામની પોલીસ ચોકી સામે જ બસ ચાલક જાવિદ ઉંમર શેખ (રહે. ઘોઘલા)એ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા પલ્ટી મારી ગઇ હતી.

પરિણામે સ્કૂલ બસમાં બેઠેલા બાળકોની ચીચીયારીથી વાતાવરણ ગાજી ઉઠયું હતું. તુરંત જ આસપાસના રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા એ ૧૦૮ ઇમરજન્સી તથા બે સમાજ સેવી લોકોની કારમાં ૩૧ ઇજાગ્રસ્ત બાળકોને તાબડતોડ સારવાર માટે દીવની સરકારી હોસ્પિટલે ખસેડયા હતા. જ્યાં તબિબી ટીમે તમામ બાળકોને યુદ્ધના ધોરણે સારવાર આપીને ભયમુક્ત જાહેર કરતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો.

આ અકસ્માતની જાણ થતાં કલેકટર સહિતના અધિકારીઓ, પોલીસ ટીમ, સુધરાઇ પ્રમુખ સહિતના આગેવાનો ઉપરાંત બાળકોના વાલીઓ પણ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનાને ગંભીરતાથી લઇને બસ ચાલક જાવિદ શેખની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

કલેકટર તંત્ર દ્વારા તપાસ સમીતીની રચના
દીવમાં સ્કૂલ બસ પલ્ટી ખાવાની ઘટનાને ગંભીરતાથી લઇને કલેકટર હેમંતકુમારની સુચનાથી ડેપ્યુટી કલેકટર ડો. અપૂર્વ શર્માએ તાબડતોળ તપાસ સમિતિની રચના કરી હતી. તેમણે જણાવ્યું કે, મામલતદાર ચંદ્રહાસ વાજા અને આરટીઓ સંતિપ બારીયાની આગેવાનીમાં અકસ્માતની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દીવ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં બાળકોને લાવવા અને લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી સ્કૂલ બસો, વાન, રિક્ષાઓ સહિતના વાહનોની કંડીશન, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તમામના ડ્રાઇવરોના લાયસન્સ સહિતની પણ તપાસ થશે.

ડ્રાઇવર અંકલ બસમાં ગીત વગાડીને નાચે છે : બાળકો
દીવમાં સ્કૂલ બસ પલ્ટી ખાવાથી નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકોએ ડ્રાઇવરની ગંભીર લાપરવાહીનો ભાંડો ફોડયો હતો. બાળકોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર અંકલ ફુલ ફાસ્ટ બસ ચલાવે છે. બસમાં ગીતો વગાડે છે અને આ ગીતો ઉપર ડાન્સ પણ કરતા હોય છે. આવા નિવેદનના આધારે જ પોલીસે ડ્રાઇવર જાવિદ શેખ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વળી, અકસ્માત ગ્રસ્ત સ્કૂલ બસની કંડીશન પણ સાવ ભંગાર જેવી હોવાથી એ દિશામાં પણ તપાસ શરૃ કરાઇ છે.

Post Comments