Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના સાગરકાંઠે ડીપ ડીપ્રેસનનો મંડરાતો ખતરો

- પોરબંદર,નવલખી સહિત બંદરે સિગ્નલ-૧ લગાવાયું

- ઉનાળો શરુ થયા પહેલા અપસેટના વાવડ,સૌરાષ્ટ્રમાં સવારે ઠંડી, બપોરે ગરમી

હાલ ડીપ્રેસન સૌરાષ્ટ્રથી ખાસ્સુ દૂર તિરુવનન્થપૂરમથી ૩૯૦ કિમીના અંતરે,બે દિવસમાં આગળ વધીને આવવાની શક્યતા
રાજકોટ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

સૌરાષ્ટ્રના તમામ સ્થળોએ આજે તો કોઈ વાવાઝોડા કે વરસાદનો ખતરો નથી પણ બે દિવસમાં હવામાન પલટાઈ શકે છે. હવામાનખાતાના સૂત્રો અનુસાર આજે સવારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર (કે જે બાજુથી નૈઋત્યનું ચોમાસુ આવે છે)માં તિરુવનન્થપૂરમથી ૩૯૦ કિ.મી. દક્ષિણે અને માલદિવથી ઉત્તર-પૂર્વે ૨૯૦ કિ.મી.ના અંતરે ડીપ્રેસન અર્થાત્ હવાનું નીચુ દબાણ સર્જાયું છે જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ ડિપ્રેસનમાં ફેરવાઈ શકે તેમ છે. આ અન્વયે ગુજરાતના સાગરકાંઠા પર સૌથી ઓછી ચેતવણી સૂચક સિગ્નલ નં.ડીસી-૧ પ્રદર્શિત કરવા સૂચના જારી કરાઈ છે. ડીસી-૧ સૂચવે છે દૂર છે પણ ખતરો છે.

પોરબંદરથી અહેવાલ મૂજબ ત્યાં બંદર પર એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. હવામાનવિભાગના ચેતવણી અન્વયે આ લોકલ સિગ્નલ લગાવાયું છે અને તમામ એજન્સીઓને પણ જાણ કરાઈ છે. જો કે આજે સમુદ્ર શાંત જણાયો હતો. તો મોરબી જિલ્લાના નવલખી બંદરે પણ આજે સાંજે સિગ્નલ નં.૧ લગાવાયું હતું. કંટ્રોલરૃમ પણ કાર્યરત કરાયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી પણ સાવચેતીના ભાગરૃપે કાર્યવાહી કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે ડીપ ડિપ્રેસનને જો અનુકૂળ સંજોગો મળે તો સૌરાષ્ટ્રના સાગર કાંઠા તરફ આવતું આવતું તે શક્તિશાળી બની શકે અને કમોસમી વરસાદ વરસી શકે છે. જો કે આજે તો હવામાનખાતાએ કેરલ, તમિલનાડુના કેટલાક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજે ઠંડી અને ગરમી બન્ને મધ્યમ રહ્યા હતા. સવારે અમરેલી ૧૮, રાજકોટ ૧૯.૩, જુનાગઢ ૨૦.૯ સાથે સરેરાશ ૧૯થી ૨૦ સે.તાપમાને કુદરતી વાતાનુકૂલિત હવામાન હતું તો બપોરે રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ સહિતના સ્થળે ૩૫થી ૩૬ સે.તાપમાને ગરમી અનુભવાઈ હતી. ગુજરાતમાં એકંદરે પશ્ચિમી કે પશ્ચિમ-ઉત્તરનો પવન ફૂંકાઈ રહ્યો છે.

Post Comments