Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેલવે હોસ્પિ.માં ચેકિંગ: ૨૯ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ પછીના નીકળ્યા

- રેલવે તંત્રને તેમના કર્મચારીઓના આરોગ્યનીય નથી પડી

- ડીઆરએમને જાણ ન કરી ભીનું સંકેલી લેવાનો પ્રયાસ

રાજકોટ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

રેલવે તંત્રને તેમના કર્મચારીઓના આરોગ્યની પણ બિલકુલ પડી નથી. રાજકોટની રેલવે હૉસ્પિટલમાં આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૯ ઇન્જેક્શન એવા મળી આવ્યા છે જેની એક્સપાયરી ડેટ જતી રહી હતી. હદ તો ત્યારે થઈ કે ચેકિંગમાં મળેલા પરિણામની અધિકારી દ્વારા ડીઆરએમને જાણ પણ કરવામાં આવી નહોતી.

કોઠી કમ્પાઉન્ડમાં આવેલી રેલવે હૉસ્પિટલમાં રાખવામાં આવતી દવા અને સાધનોની એક્સપાયરી ડેટ તપાસવાની જવાબદારી ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની હોય છે. જેવી દવા કે સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થાય કે તે દિવસે તે ડસ્ટબિનમાં જવું જોઈએ. કિન્તુ અહીં એવું થતું નથી.

એડિશનલ ચીફ મેડિકલ સુપરિન્ટેન્ટેડન્ટ શર્મા દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં ૨૯ ઇન્જેક્શન એવા મળ્યા હતા જેની એક્સપાયરી ડેટ જતી રહી હતી. પુરુષ અને સ્ત્રી બંને વોર્ડમાંથી મળ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઉપર સુધી માહિતી પહોંચાડવાને બદલે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સવારે સાડા દસ વાગ્યે ચેકિંગ થયું હોવા છતાં સાંજ સુધી ડીઆરએમને જાણ નહોતી કરાઈ તે દેખાડે છે કે કઈ હદે સમાધાનકારી વલણ અપનાવાયું હતું.
ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ આર. જી. વડાલિયાને આ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ રુટિન ચેકિંગ હતું. ફેબુ્રઆરીમાં એક્સપાયર થયેલા ઈન્જિક્શન મળ્યા છે. જે કાઢી નાખવામાં આવ્યા છે.

સવાલ એ છે કે જો આ રુટિન ચેકિંગ હોય તો એ હવે છેક કેમ? ફેબુ્રઆરીમાં એક્સપાયર થઈ જતા ઇન્જેક્શન્સ ફેબુ્રઆરીના અંતે ફેંકી દેવા જોઈએ. આઠ માર્ચ સુધી શામાટે રાખવામાં આવ્યા? અમુક દર્દીઓને તો એ જથ્થામાંથી એન્જિક્શન અપાયા હશેને? સૂત્રોમાંથી એવી પણ વાત મળી હતી કે એક્સપાયર થયેલા ઇન્જેક્શન્સની એક્સપાયરી મહિનાઓ પહેલાની હતી.

ડીઆરએમને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમને આ ઘટના વિશે ખ્યાલ નહોતો. તેમણે આ વિશે માહિતી મેળવ્યા બાદ જણાવ્યું હતું કે હું સીએમએસને લેખિતમાં આપી દઈશ કે એક્સપાયર થઈ જતી વસ્તુઓનો નિકાલ તે જ મહિનાના અંતે થઈ જવો જોઈએ. મોટી સંખ્યામાં રેલવે કર્મીઓ અને તેમના પરિવારજનો આ હોસ્પિટલમાં સારવાર મેળવતા હોય છે.

રેલવે હૉસ્પિટલમાં આટલી સમસ્યાઓ
- આર. ઓ. પ્લાન્ટ છ મહિનાથી બંધ છે. યાને માંદા પડો તો હોસ્પિટલ આવો અને હૉસ્પિટલનું પાણી પીને ફરી બીમાર પડો.
- ૫૪ બેડમાંથી ૧૪ નવા, બાકીના બધા જૂના છે. ગાદલા, ઓછાડ વાપરવાલાયક નથી.
- ફિઝિશિયનની પોસ્ટ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડે છે.
- ઇન્ટેન્સિવ કેર યુનિટ નથી.
- વેસ્ટર્ન ટોઇલેટ ન હોવાથી ઈજાગ્રસ્ત દર્દીઓને અગવડ

Post Comments