Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બંને આરોપીઓનું સરઘસ, માફી માંગીઃ છરી અને કપડા પણ કબ્જે

-આજે પોલીસ તપાસમાં ભાવનગર લઈ જશે

રાજકોટ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

એનએસયુઆઈના મંત્રી અને ક્રાઈસ્ટ કોલેજનાં છાત્ર જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજા (૨૧)ની વાહન અથડાવવા જેવી નજીવી બાબતે છરીનો ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ અજયસિંહ વાળા અને તેનો સાળા ધનરાજસિંહ જાડેજાને ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ આગવી ઢબે સરભરા કરી સમગ્ર ઘટનાનું રિ કન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

બપોરે ગાંધીગ્રામ પોલીસ બંને આરોપીઓને સૌથી પહેલા પુનિતનગરમાં આવેલા તેમના ઘરે લઈ ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ જ્યાં હત્યા કરી તે સ્થળ પોલીસને બતાવ્યું હતું. એટલું જ નહીં કેવી રીતે હત્યા કરી હતી તેનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું.

જેનું પોલીસે પંચનામુ કર્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓને ત્યાં ઉઠક-બેઠક હતી તે સ્થળે લઈ જઈ પોલીસે આગવી ઢબે સરભરા કરી હતી. ત્યાંથી બજરંગવાડી સર્કલ સુધી બંને આરોપીઓને લઈ જવાયા હતા જ્યાં આરોપીઓ ચાર પગે ચાલ્યા હતા. એટલું જ નહીં અમારી ભૂલ થઈ ગઈ, હવે પછી આવું નહીં કરીએ તેમ કહી ત્યાં ઉપસ્થિત લોકોની હાથ જોડી માફી માંગી હતી.

આ પછી પોલીસે ફરીથી આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન એક આરોપી ધનરાજસિંહે પોક મૂકી હતી. હત્યા બાદ આરોપીઓએ બજરંગવાડી ત્રણ રસ્તા પાસે જે સબ સ્ટેશન છે ત્યાં આવેલ કચરા નીચે છરી છુપાવી દીધી હતી ત્યાંથી પોલીસે આજે છરી કબ્જે કરી હતી.

આરોપી અજયસિંહે તેના લોહીવાળા કપડા ઘરે જઈ બદલાવી નાખ્યા હતા. તે કપડા પણ તેના ઘરે સેટી પલંગ નીચેથી પોલીસે કબ્જે કર્યા હતા. જ્યારે ધનરાજસિંહના કપડા આ અગાઉ જ કબ્જે થઈ ગયા હતા.

આવતીકાલે બંને આરોપીઓને પોલીસ તપાસમાં ભાવનગર લઈ જશે. ત્યાં કોઈએ આશરો આપ્યો કે મદદગારી કરી તે અંગે પોલીસ તપાસ કરશે. ભાગ્યા ત્યારે આરોપી અજયસિંહ પાસે ૧૮૦૦ રૃપિયા હતા. જેનાથી દિવસો ટુંકા કર્યા હતા. તેની પાસે વધુ પૈસા હોત તો નિશ્ચિત રીતે દૂર ભાગી જવાની ફીરાકમાં હતો. જો તેમ થાત તો પોલીસ માટે તેને પકડવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની જાત.

હાલ બંને આરોપીઓ તા. ૬ સુધીના રિમાન્ડ પર છે. ગઈકાલે ઓળખપરેડમાં આરોપી ધનરાજસંહને ફરિયાદી સહિતના ચાર જણાંએ ઓળખી બતાવ્યો હતો. હવે પોલીસ આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્રિત કરવા મથી રહી છે.

Post Comments