Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ-કોંગ્રેસના ૨૮ ઉમેદવારો કોલેજનું પગથિયું પણ ચડયા નથી

-સૌરાષ્ટ્રનાં ૮ જિલ્લાની ૩૪ બેઠકો ઉપર ભાજપે ૧૬ તો કોંગ્રેસે ૧૩ પાટીદારોને ઉતાર્યા છે, ચૂંટણી મેદાનમા

રાજકોટ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

લોકશાહીનાં મૂલ્યો જાળવવાની, લોકશાહીને વધુ સમૃદ્ધ બનાવવાની વાતો દરેક ચૂંટણીનાં ભાષણોમાં થાય છે, પરંતુ ખરેખર રાજકીય પક્ષો તેને અનુસરે છે? જવાબ ચોખ્ખો ના આવે. ઉમેદવાર ચાર ચોપડી ભણેલો હોય, રાજકીય કુશળતા ધરાવતો ન હોય, માથા ઉપર થોકબંધ ગુનાઓ નોંધાયેલા હોય કે પછી ભૂતકાળ ખરડાયેલો હોય... કશું જ જોવામાં નથી આવતું.

બસ, ઉમેદવાર જીતી શકે તેવો હોવો જોઈએ. જ્ઞાાતિનાં સમિકરણોને ધ્યાનમાં રાખી માત્ર આ એક 'લાયકાત' હોય એટલે ઉમેદવાર ઉપર પસંદગીને કળશ ઢોળી દેવામાં આવે છે. વર્ષોના વર્ષોથી રાજકારણની આ તાસીર રહી છે. લોકશાહીની તબીયત ભલે બગડે, ઉમેદવારોની પસંદગી તાસીર મુજબ થાય છે.

આ વખતની જ વાત લોને... સૌરાષ્ટ્રનાં ૮ જિલ્લાની વિધાનસભાની ૩૪ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસનાં ૨૮ ઉમેદવાર એવા છે કે, જેઓ કોલેજનું પગથિયું ચડયા નથી. ૨૫ ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે તો ૯ ઉમેદવારો છઠ્ઠી, સાતમી, આઠમી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ૧૬ પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ૧૩ પાટીદારોને. ખરેખર... લોકશાહીનું પર્વ એ સત્તા માટેનો જંગ થઈ ગયો છે, જ્યાં સિદ્ધાંતો, મૂલ્યો, નૈતિકતા બહુ પાછળ છૂટી જાય છે.

Post Comments