Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાલભવનને મળ્યું છે રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન

- ઈંદિરાજીએ જલવિહારનું કરાવ્યું હતું લોકાર્પણ

- પૂર્વ રાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્મા, અટલબિહારી વાજપાઈ અને એપીજે અબ્દુલ કલામ પણ બન્યા છે બાલભવનના મહેમાન

રાજકોટ, શુક્રવાર, તા. 10 નવેમ્બર 2017
રાજકોટમાં બાલભવનને રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મળ્યું છે. આઝાદી પછી દેશના દિલ્હી, મદ્રાસ, કલકતા અને રાજકોટમાં બાલભવન સ્થપાયા હતા. જેના શિલારોપણ માટે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ રાજકોટ આવ્યા હતા. આ બાલભવનની મુલાકાત મિસાઈલ્સમેન એ.પી.જે. કલામથી માંડીને અનેક મહાનુભાવો લઈ ચુક્યા છે.

રાજકોટના બાલભવનમાં જલવિહાર માટેની રોમાંચક રાઈડનું લોકાર્પણ સ્વ. ઈંદિરા ગાંધીના હસ્તે થયુ હતું. ભુતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા, ભુતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ, ભુતપૂર્વ સંરક્ષણ મંત્રી બી.કે. કૃષ્ણમેનન, ભુતપૂર્વ રેલ્વે મીનીસ્ટર નીતિશકુમાર, ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ, અભિનેત્રી નરગીસ દત, અભિનેતા સંજીવકુમાર, પાર્શ્વગાયક કિશોરકુમાર, મહોમ્મદ રફી, જાણીતા પક્ષીવિદ સલીમ અલી આ બાલભવનના મહેમાન બન્યા છે. અનેક લોકોએ બાળવિકાસની પ્રવૃતિઓ માટે છૂટા હાથે લાખો રૃપિયાનું દાન આપ્યું છે. પરંતુ તેમ છતાં આજે બાલભવન માટે નાણાંભીડનો પ્રશ્ન અસ્તિત્વના જંગ જેવો બની રહ્યો છે.

બાલદિન પૂર્વે આજે ૧૨૫ બાળ રત્નોનું કરાશે જાહેર સન્માન
રાજકોટ, શુક્રવાર
રાજકોટના રેસકોર્સ મેદાન નજીકના બાલભવનમાં તા. ૧૪ નવે.ના બાલ દિનની ઉજવણી પુર્વે આવતીકાલ તા. ૧૧ના શનિવારે ધો. ૧થી ૧૦માં ૮૦ ટકાથી વધુ માર્કસ મેળવનારા ૧૨૫ તેજસ્વી તારલાઓનો બહુમાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યારે તા. ૧૪ના બાલદિન નિમિતે જુદી જુદી રાઈડમાં

રીનોવેશન ખર્ચની મંજૂરી નહીં લેવાનું ભારે પડયું
રાજકોટ, શુક્રવાર
સામાન્ય રીતે કોઈપણ પ્રકારની સરકારી ગ્રાન્ટ લેતી સંસ્થાએ કોઈપણ પ્રકારના રીપેરીંગ માટે સરકારી મંજૂરી લેવી જરૃરી હોય છે પરંતુ બાલભવનને એડહોક ગ્રાન્ટ મળી ત્યારે પણ વર્ષ અગાઉ જલવિહાર અને સ્કેટીંગ રીંગ સહિતની જે જે રાઈડ પાછળ રીનોવેશન ખર્ચ કર્યો હતો તેની મંજૂરી લેવાનું કામ બાકી રાખ્યું હતું. ખર્ચ આજ સુધી મંજૂર નહીં થતા નાણાંકીય કટોકટી વધુ ઘેરી બની રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટના બાલભવનનો અમાન્ય રીનોવેશન ખર્ચ

ક્રમ

વિગત

રકમ રૃ.

જલવિહાર રાઈડ

રૃા. ૬૩,૮૪,૯૨૮

૨.

જલવિહાર રાઈડ

રૃા. ૧૨,૬૮,૦૮૧

સ્કેટીંગ રીંગ

રૃા. ૩૯,૮૮,૦૫૯

ટોઈલેટ બ્લોક

રૃા. ૧૪,૧૫,૯૬૫

 

Post Comments