Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલખ નિરંજન : ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ

- જૂનાગઢમાં ગુંજ્યો બમભોલેનો નાદ:મંદિરે ધ્વજારોહણ

- સાધુ - સંતોનાં ધૂણા પ્રજ્જવલિત : અન્નક્ષેત્રો - ચ્હા - પાણીનાં સ્ટોલ શરૃ

-પ્રથમ દિવસે પાંખી હાજરી, આજથી ઉમટી પડશે માનવ મહેરામણ

જૂનાગઢ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે આજે સવારે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે તળેટી ક્ષેત્રમાં લોકોની પાંખી સંખ્યા જોવા મળી હતી. મેળો શરૃ થતા નાગા સાધુ સંતોએ ધુણા પ્રજ્જવલિત કરી લીધા છે. જયારે અન્નક્ષેત્રો તેમજ ચા-પાણી માટેના સ્ટોલ પણ શરૃ થઈ ગયા છે. રવિવારથી મેળામાં માનવ મહેરામણ ઉમટે તેવો અંદાજ છે.

આજે મહાવદ નોમના સવારે ૯ વાગ્યે ભવનાથ મહાદેવ મંદિર ખાતે સાધુ સંતો, અધિકારીઓ તેમજ રાજકીય સામાજીક આગેવાનો અને ભાવિકોની ઉપસ્થિતીમાં પરંપરાગત રીતે શાસ્ત્રોકતવિધીથી ધ્વજા પૂજા થઈ હતી. બાદમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ થયુ હતું. એ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હ તો. બાદમાં જૂના અખાડા ખાતે ભગવાન ગુરૃદત્ત, આહવાન અખાડા ખાતે ગણેશજી અને અગ્નિ અખાડા ખાતે ગાયત્રી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

મેળા પૂર્વે ભવનાથ ક્ષેત્રમાં દેશ ભરમાંથી સાધુ સંતો આવ્યા છે. આજે મેળાનો પ્રારંભ થતા તેઓએ ધુણા પ્રજ્જવલિત કર્યા હતાં.

આ ઉપરાંત ૧૦૦થી વધુ અન્નક્ષેત્રો ચા પાણીના સ્ટોલ તેમજ ઉતારાઓ પણ શરૃ થઈ ગયા હતાં. આજે મેળાનો પ્રથમ દિવસ હોવાથી મેળાના મેદાનમાં લોકોની પાંખી સંખ્યા જોવા મળી હતી. પરંતુ રાત્રીનાં વિવિધ આશ્રમો, જગ્યાઓમાં ભજન, સંતવાણી કાર્યક્રમમાં ભજન સંતવાણીના રસિકો ઉમટી પડયા હતાં.

હવે આવતીકાલે શનિવારે રાત્રે અને રવિવારથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડે તેવો અંદાજ છે.

આજથી એસ.ટી. તંત્ર દ્વારા બસસ્ટેન્ડથી ભવનાથ તળેટી વિસ્તારમાં જવા માટે મિની બસ સેવા શરૃ કરી દીધી હતી. તો પોલીસ વિભાગ દ્વારા પણ રાવટીઓ ખાતે બંદોબસ્ત શરૃ કરી દેવામાં આવ્યો છે. મનપા તંત્ર દ્વારા યાત્રીક માહિતી કેન્દ્ર પણ આજથી શરૃ કરવામાં આવ્યા છે.

આમ તા.૧૩ સુધી ભવનાથ તળેટી હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. તા.૧૩નાં રાત્રે સાધુ સંતોની રવાળી નીકળશે. જે મેળાના આકર્ષણનું કેન્દ્ર બનશે.

સોમનાથ મંદિરની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
શિવરાત્રી મેળા દરમ્યાન વાઘેશ્વરી મંદિર સામે સોમનાથ મંદિરની ૫૦ ફુટ ઉંચી પ્રતિકૃતિ રાખવામાં આવી છે. આજે બ પોરે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરની આરતીના જીવંત પ્રસારણ સાથે આ પ્રતિકૃતિ ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં રોજ સોમનાથમાં સવારે, બપોરે અને સાંજે થતી આરતીનું જીવંત પ્રસારણ થશે.

શિવરાત્રીનાં દિવસે સ્થળ મુકાશે એલ.ઈ.ડી.સ્ક્રીન
શિવરાત્રીનાં સાધુ સંતોનું રવેડીનું લોકો જીવંત પ્રસારણ જોઈ શકે તે માટે ગિરનાર દરવાજા, કાળવા ચોક સહિતના સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામાં આવશે.

નવાબી શાસનનાં રેકર્ડ મુજબ
૧૦૦ વર્ષ પહેલા મહાશિવરાત્રીનાં મેળામાં આવ્યા હતા ૫૬૮૨૩ યાત્રીકો

દુકાનોનાં એગ્રીમેન્ટ બનાવી અપાતો ઇજારો, ઇજારદારનો હિસાબ વનતંત્ર ગમે ત્યારે તપાસી શકતું હોવાથી કોઇ ખોટુ કરવા હિંમત ન કરતું
જૂનાગઢ, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. હવે દર વર્ષે મેળામાં લાખો લોકો ઉમટી પડે છે પરંતુ ૧૦૦ વર્ષે પૂર્વે યોજાયેલી શિવરાત્રી મેળામાં પાંચ દિવસ દરમ્યાન ૫૬૮૨૩ યાત્રીકો આવ્યા હોવાની નવાબી શાસનના રેકર્ડમાં નોંધ થયેલી છે. તે વખતે મેળામાં દુકાનોના એગ્રીમેન્ટ બનાવી ઇજારો અપાતો તેનો રોજ રાજ્યને અહેવાલ આપવો પડતો હતો.

ભવનાથમાં મહા શિવરાત્રી મેળો બે થી અઢી હજાર વર્ષથી ભરાતો હોવાના ઉલ્લેખ મળે છે. પરંતુ ત્યારે તેને મેળો નામ નહોતું અપાયું. મેળો કયારે શરૃ થયો તેના ચોક્કસ આધાર સહિત જાણી શકાયું નથી, પરંતુ આજનાં જેવો મેળો ભરાવાની શરૃઆત ૧૫૦ થી ૧૬૦ વર્ષ થયાનો અંદાજ છે. ઇ.સ. ૧૮૨૨ માં ગિરનાર આવેલા કર્નલ રોડ અને ઇ.સ. ૧૮૬૯માં જેમ્સ બર્જેસે મેળા બાબતે કશું કહ્યું નથી.

સાધુ - સંતોના આ મેળામાં નવાબી શાસન વખતે દુકાનોના રાજ્ય ઇજારા આપતું તેનું એગ્રીમેન્ટ થતું. મહાવદ નોમથી મહાવદ ચૌદશ સુધી જે દુકાન નાખવામાં આવી હોય તેનો રોજીંદો અહેવાલ રાજ્યને આપવો પડતો વિલંબ થાય તો ૧૫ રૃા. દંડ કરવામાં આવતો. વળી જંગલ ખાતાનો અમલદાર ગમે ત્યારે હિસાબ તપાસતા જેથી ઇજારદાર ખોટું કરવાની હિંમત કયારેય ન કરતા.

મેળામાં વિવિધ રમતો, જાદુ અને મનોરંજનના ખેલ થતા હતા અને લોકો સરળતાથી મેળો માણતા હતા.

ઇતિહાસવિદ ડો. પ્રધ્યુમ્ન ખાચરના પુસ્તકમાં ઉલ્લેખ મુજબ રીંગ પોલો, ગેલેરી, બોકસવોલ, કડી પાટલા જેવી દુકાનો રાખવા દેવાતી નહીં. જો કોઇ રાખે તો પરવાનગી લેવી પડતી. પરંતુ આવી પરવાનગી ઓછી અને સ્થિતી જોઇને અપાતી.

નવાબ સત્તાએ મેળામાં ચીજવસ્તુ અને ખેલના ભાવ બાંધ્યા હતા. તેનો ભંગ કરનાર વેપારીને દંડ પણ કરાતો.

મેળા વખતે રાજ્ય તરફથી રેલવે સ્ટેશન ખાસ વ્યવસ્થા કરાતી અને ખાસ ટ્રેન દોડાવતી. અમાસના દિવસે પોણા ભાગના માણસોને રવાના કરી દેવાતા હતા.

તા.૨૪/૨/૧૯૧૯ થી તા.૨૮/૨/૧૯૧૯ સુધી મેળામાં યાત્રીકોની આવન-જાવનનું પત્રક

તારીખ

ગામના

બહાર ગામના

સાધુ-સંતો

દુકાનો

નોકરિયાત

કુલ

 

 

યાત્રિકો

યાત્રિકો

બ્રાહ્મણો

૨૪/૨/૧૯૧૯

૧૨૫

૮૬૫

૬૦૦૦

૨૧૫

--

૭૨૦૫

 

 

 

 

 

૨૫/૨/૧૯૧૯

૫૩૪

૧૭૨૫

૬૫૦૦

૧૯

--

૮૭૭૮

 

 

 

 

 

૨૬/૨/૧૯૧૯

૨૦૩૫

૩૯૧૦

૪૪૦૦

૨૧

૫૦૦૦

૧૦૩૬૬

 

 

 

 

 

૨૭/૨/૧૯૧૯

૪૫૩૫

૫૯૧૧

૫૦૦૦

૧૭

--

૧૫૪૬૩

 

 

 

 

 

૨૮/૨/૧૯૧૯

૩૯૧૦

૨૧૦૦

૪૦૦૦

૦૧

--

૧૫૦૧૧

 

 

 

 

 

કુલ

૧૧૧૩૯

૧૪૫૧

૨૫૯૦૦

૨૭૩

૫૦૦૦

૫૬૮૨૩

 

 

 

 

 
ત્રણ દિવસ ભક્તિ સંગીત, લોકનૃત્ય અને શિવવંદના
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાલથી મહાશિવરાત્રિ મહોત્સવ
જેતપુર,તા. ૯
શિવરાત્રી પર્વ નિમિત્તે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. ૧૧થી ૧૩ ફેબુ્ર. સુધી ત્રિદિવસીય સોમનાથ ઉત્સવ - ૨૦૧૮નું આયોજન કરાયું છે. તા. ૧૧ ફેબુ્ર.ના રોજ સાંજે ૭ કલાકે સોમનાથ મંદિર પરિસરની બાજુમાં આવેલી ચોપાટી ખાતે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

રાજ્યભરની ચૂનંદા ટીમો રજૂ કરશે રાસ-ગરબા અને નૃત્ય
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજીત સોમનાથ ઉત્સવમાં રાસ, નૃત્ય, ભક્તિ સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

તા. ૧૧ ફેબુ્રઆરીના રોજ લોકનૃત્ય, તલવાર રાસ, અને સીદી ધમાલ નૃત્ય સહિત રાજ્યભરમાંથી ૧૫ જેટલી ટીમો રાસ-ગરબા અને નૃતય રજૂ કરશે. તા. ૧૨ ફેબુ્ર.ના રોજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ રાસ ગરબાની ૬ ટીમોની રાસ-ગરબા સ્પર્ધા તથા આર્ટિસ્ટીક યોગાસન કૃતિની પ્રસ્તુતિ થશે.

સોમનાથ ઉત્સવ -૨૦૧૮ના ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા સાંજના ૬ કલાકે સોમનાથ ચોપાટી ખાતે લોકો ઉમટી પડશે. જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો અને પૌરાણીક રાસ-ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે.

Post Comments