Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવીને અમદાવાદના પોલીસમેનનો આપઘાત

- ઝુલતા પુલ ઉપરથી મારી છલાંગ: ૨૦ કલાકે મળ્યો મૃતદેહ

- લગ્નના બે જ દિવસ પહેલા પગલું ભરનાર લોકરક્ષક દળના જવાને જિંદગી અને નોકરીથી કંટાળી ગયાની લખેલી સ્યુસ

મોરબી, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

મોરબીમાં ઝુલતા પુલ પરથી મચ્છુ નદીમાં બુધવારે બપોરે અમદાવાદના પોલીસમેને ઝંપલાવ્યું હોય જેની ભાળ મેળવવા ફાયરની ટીમે મોડી રાત્રી સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જો કે યુવાનનો પતો નહી લાગતા સવારથી ફરી શોધખોળમાં શરૃ કરતા અંતે ૨૦ કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. તેણે જિંદગી અને નોકરીથી કંટાળીને આપઘાત કર્યાની સ્યુસાઇડ નોટ મળી આવી છે.

મુળ ચુરાડવાના અને હાલ અમદાવાદ એલઆરડીમાં ફરજ બજાવતા ભરત કાનજીભાઇ ગોહિલ (ઉ.વ.૨૮)એ બુધવારે બપોરેના સમયે ઝુલતા પુલ પરથી પડતું મુક્યું હતું. જે ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તેમજ યુવાનની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. પુલ પાસેથી યુવાનના બુટ, કપડા મળી આવ્યા હતા. જેના પાકીટમાંથી મળેલા આઇડી કાર્ડથી તેની ઓળખ થઈ હતી. ફાયરની ટીમે રાત્રીના અંધકારામાં પણ સર્ચ ઓપરેશન મોડી રાત્રી સુધી ચલાવ્યું હતું. છતાં યુવાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

આજે સવારે ફરીથી ફાયરની ટીમે સર્ચ ઓપરોશન શરૃ કરી દીધું હતું. મોરબી ઉપરાંત રાજકોટ ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ઝુલતા પુલ પરથી પડતું મુકનાર પોલીસ જવાને સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તે જિંદગીથી કંટાળી ગયો હોય આપઘાત કરે છે અને કોઇનો વાંક નથી તેમ જણાવ્યું છે. અંતમાં નોકરીથી પણ કંટાળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફાયરની ટીમે ચલાવેલા સર્ચ ઓપરેશન બાદ આજે બપોરના સુમારે ૨૦ કલાક બાદ તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

આપઘાત કરનાર અમદાવાદના પોલીસ જવાનના લગ્ન લખાઇ ચૂક્યા હતા અને બે દિવસ બાદ તે લગ્ન જીવનમાં પગલા પાડવાનો હોવાથી માહિતી પણ આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે. યુવાને સુસાઇડ નોટમાં જીવન તેમજ નોકરીથી કંટાળી ગયાનુ લખ્યું છે. પણ લગ્નના બે દિવસ પહેલા આપઘાત કરવા પાછળ ખરેખર અન્ય કારણ હતું. તે પણ તપાસનો વિષય છે. હાલ પોલીસની ટીમે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments