Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાપા જલારામ મંદિરે યોજાશે ૧૧૧ પ્રકારના રોટલાનો વિશિષ્ટ અન્નકોટ

- મંદિરના ૨૧મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આયોજન

- જલારામ સેવા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા આયોજન

જામનગર, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશનની સામે આવેલા જલારામ મંદિરનો આગામી તા. ૧૭ જાન્યુઆરીના ૨૧માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ૧૧૧ પ્રકારના રોટલાઓનો અન્નકુટ યોજાશે. તથા વડિલ વંદના રથનો ચોથા વર્ષમાં પ્રવેશ નિમિતે વડિલો માટેના ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ વડિલોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

પરમ પૂજય શ્રી જલારામ બાપા ૭'*૭' ફુટનો રોટલા સહિત વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, ડ્રાયફુટમાંથી બનાવવામાં આવનાર ૧૧૧ પ્રકારના ભાતીગળ રોટલાનો અન્નકુટ ઉત્સવ તા. ૧૭ જાન્યુઆરીના સાંજે ૫ થી ૭ જલારામ મંદિર હાપામાં થશે.

આજ દિવસે સવારે ૧૧ થી ૧ જલારામ મંદિર હાપા ખાતે વડિલો માટેના ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડિલ વંદના રથના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે યોજાશે. સંસ્થા દ્વારા પ્રથમ વર્ષમાં ૧૨૫૬, દ્વિતિય વર્ષમાં ૧૨૭૫ અને તૃતિય વર્ષમાં ૧૨૦૫ સર્વજ્ઞાાતિય વડિલોને સંસ્થાના ત્રણ પેસેન્જર વાહનો દ્વારા શહેરના મુખ્ય દેવસ્થાનોના સમૂહ દર્શનની અવિરત સેવા ચાલુ છે.

મહોત્સવ માટે જલારામ સેવા ટ્રસ્ટ જામનગર, જલારામ મંદિર, જીર્ણોધ્ધાર સમિતિ - હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ સત્સંગ મંડળ જલારામ મંદિર હાપા દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

Post Comments