Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીવની હોટલમાં સાપ કરડી જતા ૧૦ વર્ષીય બાળકનું મોત

- ભાવનગરથી ફરવા આવેલા પરિવાર ઉપર વજ્રઘાત

- બાળકને સારવાર માટે અન્યત્ર ખસેડવા એમ્બ્યુલન્સ ફાળવવામાં સરકારી હોસ્પિટલે ૧ કલાક જેટલો સમય વેડફી નાખ્યો

દીવ, તા.૧૦ શુક્રવાર, નવેમ્બર 2017
દીવ  ફરવા આવેલા ભાવનગરનો પરિવાર હોટલમાં રોકાયો હતો. હોટલમાં રાત્રે સૂતા હતા ત્યારે પરિવારના ૧૦ વર્ષીય બાળકને સાપ કરડી જતા ઝેરી અસરથી બાળકનું મૃત્યુ નિપજતા પરિવાર હતપ્રત બની ગયો હતો.

ભાવનગરના રહેવાસી હિમાંશુભાઈ શશીકાંતભાઈ વોરા તેમના પત્ની તથા પુત્ર મનન (ઉ.વ. ૧૦) સાથે દીવ ફરવા આવ્યા હતા અને હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. મોડી રાત્રે મનનની તબીયત બગડતા તેણે પોતાના પિતા હિમાંશુભાઈને ઉઠાડતા મનનો હાથ સોજી ગયો હોવાનું જણાયું હતું. અને આખા શરીરમાં તકલીફ થવા લાગતા પ્રથમ દ્રષ્ટીએ સર્પ કરડી ગયાનું જણાતા દીવ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.
ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અન્યત્ર લઈ જવો પડે તેમ હોઈ પરંતુ સરકારી હોસ્પિટલે એમ્બ્યુલન્સ ફાળવવામાં ૧ કલાકનો સમય વેડફી નાખ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ અપાતા પહેલાં ઉના અને ત્યાંથી તેને ભાવનગર ખાતે સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મનન ભાવનગરની શાળામાં ધો. ૫માં અભ્યાસ કરતો હોવાનું તથા માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાનું ખુલ્યું છે. દીવ પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.

Post Comments