Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોશિયલ નેટવર્ક પર ફેક એકાઉન્ટ ભેદ પરખાતો નથી; લોકો ફસાય છે

ઓપોઝીટ સેક્સને છેતરવા માટે ખોટી રજૂઆત

ફેક એકાઉન્ટ રાખનારા બેંક એકાઉન્ટ પણ દર્શાવે છે જે છેતરપિંડી બાદ બંધ કરી દે છે

ફેસબુક પર ૨૦ કરોડ ફેક એકાઉન્ટ અંગેના અહેવાલો આંચકાજનક છે. નકલી યુઝર્સ પોતાની ઉંમર-ચહેરો-દેશનું નામ વગેરે છુપાવીને પોતાનો હેતુ સિધ્ધ કરે છે. ૨૦ કરોડ ફેક એકાઉન્ટ પૈકી ૯૦ ટકા તો હેકર્સના એકાઉન્ટ છે અને બાકીના ૧૦ ટકા ઓપોઝીટ સેક્સને આકર્ષવા માટેના હોય છે. ફેક એકાઉન્ટ દ્વારા કોઈ એક વ્યક્તિની પાછળ પડી જઈને તેની સાથે ઓનલાઈન ફ્રેન્ડશીપ બનાવવામાં આવે છે અને પછી અન્ય સોશ્યલ નેટવર્ક દ્વારા તેને છેતરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે ફેસબુક એકાઉન્ટ પર કોઈ શેરબજારમાં ઓનલાઈન પ્રવેશવા ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે અન્ય સોશ્યલ નેટવર્ક પરથી કે ફેસબુક પરના અન્ય ફેક એકાઉન્ટ પરથી તેને શેરબજાર ઓનલાઈન શીખવાડવાની ઓફર થાય છે. આવા કેસમાં ફેસબુક પર બનેલો પ્રથમ મિત્ર જ ફેક એકાઉન્ટ દ્વારા રોકાણ કરવા ઈચ્છનારને ફસાવે છે.

તમારે કશું નથી કરવાનું, મને પૈસાનો વહિવટ સોંપી દો, તમને હું ૫૦૦૦ના રોકાણ સામે રોજ ૧૦૦૦ની કમાણી કરી આપું!! રોકાણકાર એવું ગણિત ગણીને લપસે છે કે રોજના ૧૦૦૦ એટલે ૩૦ દિવસના ૩૦ હજાર થાય અને રૃા. ૫૦૦૦ તો ઉભા જ છે ને!! રોકાણકારોને એ ખબર નથી કે છેતરપીંડી કરનાર ૧૦ દિવસ માટે પોતાના દશ હજાર રોકે છે અને રોજ ૧૦૦૦ લેખે ચૂકવે છે. રોજના હજાર રૃપિયાની કમાણીની લાલચ બાદ તેને બીજા દશ સભ્યો બનાવવા જણાવાય છે.

પોતાને ૫૦૦૦ સામે રોજના ૧૦૦૦ મળ્યા છે તે પુરાવા સાથે બતાવે છે. જોતજોતામાં તે દશ સભ્યો બનાવી દે છે. તે પૈકી મોટાભાગના ઘરના સભ્યો જ હોય છે. તેમને પણ રોજના ૧૦૦૦ રૃપિયા ચૂકવીને દશ દિવસમાં વિશ્વાસ જીતી લેવાય છે. જોતજોતામાં રોકાણ ૫૦૦૦થી વધીને એક લાખનું થઈ જાય છે.

હવે છેતરપીંડી કરનાર વધુ રોકાણની ડીમાન્ડ કરે છે. લોભીયા લોકો ફસાઈ જાય છે. રોજ એક હજાર ચૂકવનાર મૂડી લઈને ગુમ થઈ જાય છે. ફેસબુક એકાઉન્ટ હોઈ લોકોએ ભરોસો મુક્યો હતો. બધાના રોકાણ લઈને ફેક એકાઉન્ટ હોલ્ડર ભાગી ગયો હતો.

પોતાને જાગૃત નેટીઝન સમજતા લોકો આ ફેક એકાઉન્ટની જાળમાં ફસાઈ ગયા હતા. ફેસબુકની ઓફિસમાં તપાસ કરાવાઈ તો નામ એડ્રેસ, ફોન નંબર, બેંક એકાઉન્ટ બધું જ ખોટું હતું. રોજ હજાર રૃપિયા કમાવવાની લાલચમાં દશ જણાએ ૨૫ લાખ ગુમાવ્યા હતા. ફેક એકાઉન્ટમાં દર્શાવેલ બેંક એકાઉન્ટ પણ ખોટા એડ્રેસવાળા હતા. સાયબર પોલીસ તપાસ કરે તે પહેલાં તો બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ થઈ ગયા હતા.

ફેક એકાઉન્ટ અફવાઓ ફેલાવવા અને લાલચ આપવા ઉભા કરાયા હોય છે. તાજેતરમાં બનેલા એક વિચિત્ર કિસ્સા પર ધ્યાન દોરવું જરૃરી છે. ફેસબુક પર એક મેલ અને ફીમેલ પ્રેમમાં પડે છે. બંનેએ પોતાના ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. બંને મેરીડ હોવા છતાં પોતાની જાતને સીંગલ બતાવી હતી. લગ્ન ના કરવા જોઈએ તે બાબતની કોમેન્ટ દ્વારા બંને નજીક આવ્યા હતા.

ઓનલાઈન આ સ્થિતિ આસાન બની હતી. લાંબી વિચારણા બાદ બંને એકબીજાને મળવા સંમત થયા હતા. વિધિની વિચિત્રતા તો જુઓ આ બંને એકબીજાને ઓનલાઈન સીંગલ બતાવતા હતા અને લગ્ન સંસ્થાની ટીકા કરતા હતા તે જ્યારે એકબીજાની સામે આવ્યા ત્યારે હેબતાઈ ગયા હતા. કેમકે બંને પતિ-પત્ની હતા!!

આ બંને પોતાના લગ્નમાં પણ એકબીજાને છેતરતા હતા અને ઓનલાઈન પણ છેતરપીંડી કરતા હતા. ફેસબુક કે અન્ય સોશ્યલ નેટવર્ક પર બિઝનેસ કરતા કે નોકરીયાત લોકો પુરતો સમય ફાળવી શકતા નથી.

કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં તો જોબ પર સોશ્યલ નેટવર્ક નહીં વાપરવાની સલાહ આપવામાં આવે છે. ઓનલાઈન સમય ફાળવવો અઘરો હોય છે. કોઈપણ ઘટના અંગે ત્વરીત ટ્વીટ કરવું એ કોમનમેન માટે શક્ય નથી. રાજકારણીઓ અને સેલિબ્રીટી ટ્વીટર તેમજ ફેસબુક માટે આસિસ્ટન્ટ રાખે છે.

સોશ્યલ નેટવર્ક પર પ્રોફાઈલ મુકનારા પોતાને જેન્ટલમેન જણાવે છે. તેમની પ્રોફાઈલ જોઈને ઓપોઝીટ સેક્સ નજીક આવી શકે છે એવી ભ્રમણામાં આવા લોકો વર્ષો સુધી જીવે છે. માછલી પકડવા જેમ ગલ નાખીને નદી કિનારે બેસી રહેવું પડે છે એમ ફેક એકાઉન્ટ ધરાવનારા ક્યાં તો ઓપોઝીટ સેક્સને ફસાવવાની રાહ જુવે છે અથવા તો એકના ડબલ કરવાનો વિચાર કરનારા લાલચુઓની રાહ જુવે છે.

૨૦ કરોડ ફેક એકાઉન્ટનો આંકડો પણ ખોટો છે, આ આંકથી વધુ ફેક એકાઉન્ટ હશે. મહત્ત્વનું એ છે કે ફેસબુક પર પડયા-પાથર્યા રહેતા લોકોએ સાચા અને ફેકને શોધવા થોડી ધીરજ રાખવી જોઈએ.
 

Post Comments