Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વંશિય ટિપ્પણીઓના વિવાદ વચ્ચે પણ ભારતીય મૂળના નેતા અમેરીકામાં જીત

- રવિ ભલ્લા અને ફાલ્ગુની પટેલ જીત્યા

- અમેરીકામાં મેયર બનનારા પ્રથમ શિખ વ્યક્તિ

ન્યૂ જર્સી, તા. 09 નવેમ્બર 2017, ગુરૂવાર

અમેરીકામાં હંમેશા ભારતીય મૂળના લોકો પર વંશીય ટીપ્પણીઓ થતી રહે છે. અમેરીકામાં ભારતીયોને બહારના લોકો કહેવામાં આવે છે અને ઘણીવાર તેમને આતંકવાદીઓ પણ કહેવામાં આવે છે. પરંતુ કેટલાંક દિવસો પહેલાં અમેરીકા સ્ટેટ ચૂંટણીમાં ભારતીયોએ સરળતાથી બાજીમારી છે. ભારતીય મૂળના અને ફાલ્ગુની પટેલ આ ચૂંટણીમાં બાજીમારી હતી.

ન્યૂ જર્સીમાં થયેલી મેયરની ચૂંટણીમાં હોબોકેનની ચૂંટણી જીત્યાબાદ પોતાની સમર્થકોને જણાવ્યું કે મારા પર, અમારા સમુદાય પર, અમારા રાજ્ય અને દેશ પર વિશ્વાસ કરવા બદલ આભાર. સાથે તેમણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે સાથે મળીને કામ કરીએ  અને આપણા શહેરને આગળ વધારીએ.

રવિ ભલ્લા પહેલા શિખ છે જે અમેરીકામાં મેયર બન્યા છે. અમેરીકામાં 7 નવેમ્બરે ગવર્નર, લેજીસ્લેટિવ, મ્યૂનિસિપલ અને સ્કૂલ બોર્ડના સ્ટેટ એક્ઝિક્યૂટીવની ચૂંટણીઓ યોજાઇ હતી. રવિ ભલ્લા અને ફાલ્ગુને લઇને આ ચૂંટણીએ પૂરા વિશ્વને આકર્ષીત કર્યું હતું. તેમજ આ બંન્ને નેતા પર વંશિય ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.

રવિ ભલ્લા આ પહેલાં 2009 અને 2013ની  સીટી કાઉન્સિલની ચૂંટણી બે વાર જીતી ચૂક્યા છે. રવિ ભલ્લા 17 વર્ષોથી અહીં રહે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે આ ચૂંટણીમાં હાર અને જીત બંન્ને માટે તૈયાર હતા અને હવે જ્યારે જીત મળી છે તો હોબોકેનને આગળ લઇ જવા માટે કામ કરીશ.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments