Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વ્હાઇટ હાઉસ પાસે ભારતીય અમેરિકને ટ્રમ્પની હેર સ્ટાઇલ સાથે ચીકનની પ્રતિકૃતિ મૂકી

- તરણ સિંહ બરારે ટ્રમ્પના ઉત્તર કોરિયા મુદ્દે અને રશિયાની મદદ સામે વિરોધ કર્યો

(પીટીઆઇ)     તા.૧૦ ગુરુવાર, ઓગસ્ટ 2017

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ રિટર્ન, ઉત્તર કોરિયા સાથેના વ્યવહાર અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે સબંધ રાખવાના વિરોધમાં ભારતીય મૂળના એક કાર્યકરે વ્હાઇટ હાઉસ પાસે હવા ભરેલી અને ટ્રમ્પના વાળની સ્ટાઇલ ધરાવતી ટ્રમ્પ ચીકનને મૂકી હતી.
દસ્તાવેજી ફિલ્મ સર્જક તરણ સિંહ બરારે  સીક્રેટ સર્વિસ અને  નેશનલ પાર્ક સર્વિસીની મંજૂરીથી વ્હાઇટ હાઉસના દક્ષિણે અને વોશિંગ્ટન મોન્યુમેન્ટ પાસે 'ચીકન ડોન' મૂકી હતી.

'સૌથી ઊંચી જે વસ્તુને તેઓ સામાન્ય રીતે મંજૂરી આપે છે તે ક્રિસ્મસ ટ્રી હોય છે. પણ ૩૦ ફુટ ઊંચી આ ચીકન ડોન માટે તેમણે ફી પણ માફ કરી દીધી'એમ તેમણે કહ્યું હતું.'નેતા તરીકે  નબળા અને બિન અસરકારક હોવાના કારણે અમે અમારા પ્રમુખની ટીકા કરવા આવ્યા છીએ. તેઓ પોતાના ટેક્સના રિટર્ન પણ જાહેર કરતાં પણ ડરે છે, પુતિન સામે ઊભા રહેવામાં પણ ડરે છે અને  કિમ જુંગ ઉન સાથે ચીકન ગેમ રમે છે'એમ બરારે એક છાપાને કહ્યું હતું.

'તેમ છતાં તેઓ  ડીસીમાં મિલિટ્રી પરેડ કરવા ઇચ્છે છે. આ તમામ બિન સાહસિક છે અને અમે તો ટ્રમ્પની મજાક ઉડાડવા આવ્યા છીએ'એમ તેમણે કહ્યું હતું. તેમના મત અનુસાર ગુસ્સે જણાતી ચીકન જેને માથે ઓરેન્જ હેર છે અને હાથની અદાઓ અસર ટ્રમ્પ જેવી જ છે તેને ખરીદી માટે ઓનલાઇન ઇ બે પર ખરીદી શકાય છે. બરારે ચાલુ વર્ષની શરૃઆતમાં આ અલગ જ પ્રકારના વિરોધ માટે ઓન  લાઇન ભંડોળ ભેગું કરવાની ઝુંબેશ શરૃ કરી હતી.

Post Comments