Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈલીનોઈના ગવર્નર ઈવેલીનની હાજરીમાં પ્રજાસત્તાક દિન ઉજવાયો

- શિકાગોની ભારતીય કોન્સ્યુલેટ ખાતે

- ઓફિસના સંકુલમાં ધ્વજવંદન કરાયું

બાર્ટલેટ(શિકાગો) તા. 29 જાન્યુઆરી 2018, સોમવાર  
 
શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં ભારત સરકારની કોન્સ્યુલેટ ઓફિસ આવેલ છે અને તેમાં જાન્યુઆરી માસની ૨૬મી તારીખને શુક્રવારે ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને તે દિવસે ઈલીનોઈ રાજ્યના લેફટનન્ટ ગવર્નર ઈવેલીન સંગુનેટ્ટી તેમજ ભારતીય સમાજના મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

પ્રજાસત્તાક દિનની ઉજવણીની શરૃઆતમાં કોન્સ્યુલેટ ઓફિસના પરિસરમાં ધ્વજવંદનની વિધિ કરવામાં આવી હતી અને તે પ્રસંગે સમગ્ર કોન્સ્યુલેટનું વાતાવરણ રાષ્ટ્રીય રંગે રંગાઇ જવા પામ્યું હતું. આ વેળા કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણજી તેમજ ઈલીનોઈ રાજ્યના લેફટનન્ટ ગવર્નર ઈવેલીન સંગુનેટ્ટીના વરદ હસ્તે દિપ પ્રાગટયની વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય શિક્ષિકા પ્રેરણા આર્યએ વંદેમાતરમનું ગીત સુંદર સ્વરોમાં રજુ કર્યું હતું.

ધ્વજવંદનના કાર્યક્રમ બાદ કોન્સ્યુ. જનરલે ભારતના રાષ્ટ્રપતિનો જે સંદેશો હતો તેનું વાંચન કર્યું હતું.

ઈલીનોઈ રાજ્યના ગવર્નરે આ પ્રસંગે પ્રજા વતી આ દિનની ઉજવણી પ્રસંગે કોન્સ્યુલ જનરલને અભિનંદન આપ્યા હતા.

અંતમાં ટીમ ઘુંઘરૃ તેમજ સુર્ય ડાન્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.

Post Comments