Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ડાકા'નો પ્રોગ્રામ રદ્ કરવા અંગેની દિશામાં રાહત

- બે ભિન્ન-ભિન્ન શહેરોમાં રદ્ કરવાની કાર્યવાહી અંગે સમાન ચૂકાદો

- ડૉનાલ્ડ ટ્રમ્પના વહિવટી તંત્રે કોર્ટમાં કરેલી અપીલ અને તેની સમીક્ષા

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)  બાર્ટલેટ (શિકાગો), તા. 5 માર્ચ 2018, સોમવાર

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના અધિકારીઓએ ડીફર્ડ એકશન ફોર ચાઇલ્ડહૂડ એરાવલ્સ પ્રોગ્રામ અંગે નીચલી અદાલતે જે મનાઇ હૂકમ આપેલ તે અંગે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારતી એક અરજી કરી હતી પરંતુ આ અદાલતના નામદાર ન્યાયાધીશોએ તેને સાંભળવાની ના પાડી હતી અને જ્યાં સુધી નીચલી અદાલતમાં તેનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં તેવું સ્પષ્ટપણે જણાવતા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને ભારે પ્રમાણમાં પછડાટ ખાવાનો સમય આવ્યો હતો.

ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં આ ડાકાના પ્રોગ્રામને રદ કરતો વહીવટી હૂકમ પ્રમુખે બહાર પાડયો હતો અને આ માર્ચ માસની પાંચમી તારીખ સુધી તેનો અમલ રહેશે અને તેની સાથે સાથે તેમણે કોંગ્રેસને આ સમગ્ર પ્રશ્ન અંગે ઘટતું કરી કાયદાઓ બનાવવા અનુરોધ કર્યો હતો પરંતુ આજદિન સુધી કોંગ્રેસના પ્રતિનિધિઓ કોઇપણ પ્રકારનો ચોક્કસ પ્રમાણમાં કાયદો બનાવી શક્યા નથી અને આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યાં સુધીમાં વહીવટી હૂકમમાં જે છ માસના સમયનો નિર્દેશ કરવામાં આવેલ છે તેની અવધિ પણ પૂર્ણ થાય છે માટે આ પ્રોગ્રામનો લાભ લેનારા લાભાર્થીઓનું ભાવિ હાલમાં અધ્ધરતાલ હોય તેવું લાગી રહેલ છે.

પરંતુ આ સમગ્ર પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશોએ જે નિર્ણય કરીને સરકારે તેને પડકારવાનો નિર્ણય કરેલ પરંતુ તે અરજીની સુનાવણી ન કરીને જે પગલું ભરેલ તેને સર્વત્ર જગ્યાએથી આવકાર પ્રાપ્ત થયેલ છે અને તમામ લોકો માટે આ આનંદના સમાચાર છે એવું સર્વત્ર જગ્યાએથી સંભળાઇ રહ્યું છે.

ગયા સપ્ટેમ્બર માસમાં વહીવટી તંત્રના અધિકારીઓએ ડીફર્ડ એકશન ફોર ચાઇલ્ડહૂડ એરાયવલ્સ પ્રોગ્રામ કે જેનો અમલ ૨૦૧૨ના વર્ષથી શરૃ થયેલો તે ગેરબંધારણીય છે એવું જાહેર કરીને તેને રદ કરવામાં આવ્યો હતો પરંતુ અમેરિકાની કેટલીક સ્થાનિક સંસ્થાઓ તેમજ સરકારી એજન્સીઓએ તેને ન્યાયી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો.

ગયા જાન્યુઆરી માસની નવમી તારીખના રોજ નોર્ધન ડીસ્ટ્રીક્ટ ઓફ કેલીફોર્નિયા નામદાર ન્યાયાધીશે આ સમગ્ર કેસ અંગે રાષ્ટ્રવ્યાપી ધોરણે મનાઇ હૂકમ આપ્યો હતો અને તેની સાથે સાથે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને ડાકા પ્રોગ્રામનો લાભ લેનારા તમામ લાભાર્થીઓની અરજીઓ રીન્યુ કરવાની કાર્યવાહી શરૃ કરવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ફેબુ્રઆરી માસની તેરમી તારીખે ઈસ્ટર્ન ડીસ્ટ્રીક્ટ ઓફ ન્યુયોર્ક કોર્ટના નામદાર ન્યાયાધીશે બટાલ્લા વિડાલના કેસમાં પણ આવા પ્રકારનો આદેશ આપ્યો હતો.

આવા પ્રકારનો ચુકાદો આપતા પહેલાં બન્ને નામદાર કોર્ટના ન્યાયાધીશોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડાકા પ્રોગ્રામને રદ કરવાનો નિર્ણય મનસ્વી તેમજ તરકટી ભર્યો અને ગેરબંધારણીય તેમજ હાલના જે ઈમીગ્રેશનના કાયદાઓ અસ્તિત્વમાં છે તેનાથી વિરોધાભાસી છે આથી તે સદંતર રીતે ખોટો છે તેમજ વહીવટી કાર્યવાહી અધિનિયમોનું ઉલ્લંઘન કરે છે જે ૧૯૪૬ના વર્ષનો કાયદો છે જે ફેડરલ એજન્સીઓનું નિયમન કરે છે અને તેમના વર્તન પર ન્યાયિક દેખરેખ પુરી પાડે છે કે જે કાયદો ફેડરલ એજન્સીઓ દ્વારા મનસ્વી અને તરંગી ક્રિયાઓ પર પ્રતિબંધ મૂકે છે અને તેની સાથે સાથે અનેક પાવર સામે રક્ષણ પૂરું પાડે છે.

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના અધિકારીઓએ કેલીફોર્નિયાના નામદાર ન્યાયાધીશે આ અંગે જે ચુકાદો આપેલ તેને ઉપલી અદાલત નવીમી સર્કીટ કોર્ટમાં અપીલ કરી પડકારવામાં આવ્યો હતો અને તેની પડકારવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટના આંગણે પણ તેની સમીક્ષા કરવા રજુઆત કરી હતી અને અપીલ કોર્ટના ચુકાદા પહેલાં આ કેસને લેવાની વિનંતી કરી હતી અને તેઓને એવી પણ આશા હતી કે એપલેટ કોર્ટને તેઓ બાય પાસ કરીને સીધી સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી કરે જેનો નામદાર ન્યાયાધીશોએ સાફ ઈન્કાર કર્યો હતો. આથી એ ફલિત થાય છે કે નાગરિક પ્રક્રિયાને દૂર કરવા કોઇપણ પ્રકારનું ચોક્કસ કારણ નથી.

સુપ્રીમ કોર્ટના આવા પ્રકારના નિર્ણયથી ડાકા પ્રોગ્રામનો લાભ લેનારાઓને જરૃરી રાહત મળશે પરંતુ કોંગ્રેસનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સળગતા પ્રશ્નનો જરૃરી ઉકેલ લાવે એ હિતાવહ છે. સુપ્રીમ કોર્ટના આવા ચુકાદાથી ડાકાના લાભાર્થીઓને જરૃરી રાહત મળશે પરંતુ તેઓ સર્વે હજુ પણ ભયમાં જીવન વિતાવી રહ્યા છે. અમેરિકામાં બનાવેલ તેઓ પોતાની જીંદગીને જોખમમાં મૂકી રહેલ છે પરંતુ સુપ્રીમ કોર્ટના રૃઢીચુસ્ત ન્યાયાધીશોએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની નીતિઓ કલમના એક ઝાટકે સ્ટે આપીને હાલમાં કામચલાવ રીતે રદ કરેલ છે તે આવકારને પાત્ર છે. હવે અપીલ્સ કોર્ટમાં આ સમગ્ર કેસ કેવો વળાંક લે છે તે તરફ સૌ લોકોની દ્રષ્ટિ ખેંચાયેલી જોવા મળે છે.
 

Post Comments