Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇમીગ્રેશનમાં ક્રાંતિકારી સુધારાની દરખાસ્ત તૈયાર : ૩૦મીએ સંબોધન

- ૮મી ફેબુ્રઆરી સુધીમાં નક્કર પગલાનો અનુરોધ

- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીફતપૂર્વક હાથ ખંખેરી નાખ્યા

બાર્ટલેટ (શિકાગો),  તા.૨૯ જાન્યુઆરી 2018, સોમવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી માસની ૨૪મી તારીખને બુધવારે સૌ પ્રથમ વખત એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મારા અગાઉના એક વહીવટી હૂકમ દ્વારા નાની વયના સંતાનો કે જેઓ પોતાના પરિવારના સભ્યો સાથે અત્રે આવીને વસેલા છે. તેઓને ભારે પ્રમાણમાં સહન કરવાનો સમય આવેલ છે પરંતુ આવા સંતાનોને હવે વધુ સહન ન કરવું પડશે. આવા ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા લોકો માટે એક કાયદો લાવવા માંગું છું કે જેથી તેઓએ દેશ નિકાલ થવાનો ભય ન રાખવો જોઈએ અને તેઓ અત્રે કાયમી વસવાટ કરી શકશે અને ક્રમાનુસાર તેઓ અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે. આ અંગે આવતા સોમવારે એટલે કે જાન્યુઆરી માસની ૨૯મી તારીખે એક બીલ કોંગ્રેસના સભ્યો  અંગેની ઝડપી કાર્યવાહી કરવા માટે મોકલશે.

આ અંગેના સમાચારો સમગ્ર અમેરિકામાં વાયુ વેગે પ્રસરી જતાં હાલમાં એવા લોકોમાં રાહતની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે. પરંતુ તેની સામે ઇમીગ્રેશનના કૌટુંબીક પરિવાર અંગેના જે કાયદાઓ છે તેમાં તેની સાથે સાથે જરૃરી ફેરફારો સામેલ કરેલ છે તેનાથી આ કૌટુંબીક કેટેગરીઓમાં તે દ્વારા અવળી અસરો થવાનો ભય સતાવી રહ્યો છે તેથી પરિવારના સભ્યોમાં અનેક પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે પરંતુ આ અંગેનો સમગ્ર આધાર હાઉસ અને સેનેટના સભ્યો કેવા પ્રકારના પગલાં ભરે છે તેના પર અવલંબે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં કૌટુંબીક આધારિત વિભાગમાં હાલમાં જે ચેઇન સિસ્ટમ ચાલુ છે તેને રદ કરવા માટેની એક દરખાસ્ત છે અને તેથી અમેરિકન નાગરિકત્વ ધારણ કરનાર વ્યકિત ફકત પોતાના સંતાનો તથા પરિવારના સભ્યો કે જેમાં પતિ તથા પત્નિનો સમાવેશ થાય છે તેમને અત્રે બોલાવી શકાશે. અરજદાર પોતાના ભાઇ બહેનને ન બોલાવી શકશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે દરખાસ્ત તૈયાર કરેલ છે તે અંગે આ અંગેના નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને અત્રે કાયમનો રહેવાનો હક આપવામાં આવનાર છે અને ક્રમાનુસાર તેઓને અમેરિકન નાગરિકત્વ આપવાની જે વિચારણા ચાલે છે તે દરખાસ્ત હાઉસમાં રૃઢીચુસ્ત વિચારસરણી ધરાવતા રાજકીય નેતાઓને તે માન્ય રહેશે કેમ તે એક મુખ્ય સવાલ છે. આવી વિચારસરણી ધરાવતા રાજકીય નેતાઓ કોઇપણ હિસાબે ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને ઇમીગ્રેશન ખાતાના હાલમાં જે કાયદાઓ છે તેનો ભંગ કરનારાઓને કોઇપણ પ્રકારની છુટ આપવાની નિતીમાં માનતા નથી. આવા લોકોને તો દેશ નિકાલ કરવા જોઈએ તેવો મત ધરાવે છે. માટે આ સંઘ કાશીએ જશે કે કેમ તેની શંકા છે.

તેની સામે ડેમોક્રેટીક પાર્ટીના ચુંટાયેલા નેતાઓ કૌટુંબીક આધારિત કેટેગરીઓમાં જે સુધારાઓ સુચવવામાં આવેલ છે તે અંગે સહમતિ ધરાવતા નથી. પરિવારના સભ્યોને જે પ્રમાણે વ્યવસ્થિત રીતે કાર્યવાહી થઈ રહેલ છે તેની સામે અણગમો વ્યક્ત કરવામાં આવી રહેલ છે. અમેરિકાના પ્રમુખે ઇમીગ્રેશન અંગેની પોતાની જે અસલ નિતિઓ હતી તેમાં હવે વળાંક આપવા લાગ્યો છે અને આ સમગ્ર પ્રશ્ન અંગે હાલમાં કૂણા પડેલા જોવા મળે છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રહીશોનો પ્રશ્ન એ સળગતો પ્રશ્ન છે અને તે હલ કેમ કરવો એ અત્યંત ગુંચવાડાભર્યો રહેવા પામેલ છે.

પ્રમુખે જે દરખાસ્તો તૈયાર કરેલ છે તેમાં તેમણે કોંગ્રેસના સભ્યો પાસે દિવાલના થનારા ખર્ચા અંગે ૨૫ બીલીયન જેટલા ડોલરની માંગણી કરેલ છે તેની સાથે જે લોકો અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય અને જેઓના દેશ નિકાલ કરવા માટેના હૂકમો થયેલા છે તેઓને દેશ નિકાલ કરવાની કાર્યવાહી તેમજ સરહદો પર બીજા અન્ય લોકો સરહદ ઓળંગીને અત્રે ન આવી શકે તે માટે વધારાના બોર્ડર એજન્ટોની નિમણુંકની જરૃરત રહેશે. આથી તે અંગેના થનાર ખર્ચો પણ ગણત્રીમાં લેવા તેમણે આગ્રહ કરેલો છે.

આ સમગ્ર પ્રશ્ન અંગે રાજકીય નેતાઓ એવી ગણત્રી કરી રહ્યા છે કે ઓછામાં ઓછા કેટલા માણસોને અત્રે રહેવાનો હક આપી શકાય અને તે અંગે એવું જાણવા મળે છે તેમ ડાકાના પ્રોગ્રામનો આઠ લાખ જેટલા લોકોએ લાભ લીધેલ છે અને બીજા જેમણે લાભ લીધેલ નથી છતાં અત્રે ગેરકાયદેસર રીતે છે તેવા એક અંદાજ અનુસાર બે મીલીયન જેટલા લોકોનો આવી ગણત્રીમાં સમાવેશ થાય છે. પરંતુ આ ઔ અંગે એવું જાણવા મળે છે તેમ કૌટુંબીક આધારિત જે ઇમીગ્રેશનના કાયદાઓ છે તેમાં સુધારો કૌટુંબીક કેટેગરીઓમાં કરવામાં આવે તેમજ વીઝા લોટરી પ્રોગ્રામને નેસ્તનાબુદ કરવામાં આવે તો ડીમર્સોને કાયમી હક આપવામાં આવે તો કોઇપણ પ્રકારનો વાંધો ન આવી શકે.

ઇમીગ્રેશન ખાતાના જે હાલના નિયમો છે તથા ડાકા પ્રોગ્રામનો જે સળગતો પ્રશ્ન છે તેને જો હલ કરવો હોય તો તે અંગે બાંધછોડ કરીને તે હલ કરી શકાય તેમ છે.  આવતા ફેબુ્રઆરી માસની ૮મી તારીખે સરકારી ખર્ચની મુદત પૂર્ણ થાય છે અને રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ જો સેનેટમાં ઇમીગ્રેશન બીલ આવશે તો તે અંગે ચર્ચા બાદ તેના પર મતદાન કરવામાં આવશે એવી ખાત્રી તેમણે સેનેટરોને આપેલ આથી હવે તે તારીખ નજીક આવી રહી હોવાથી તમામ જગ્યાએ રાજકીય નેતાઓ ચિંતાતુર હોવાનું જોવા મળે છે. સોમવારે વાઇટ હાઉસના સત્તાવાળાઓ ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોમાં સુધારો કરતી એક દરખાસ્ત કોંગ્રેસને મોકલનાર છે અને તેની માહિતી પ્રજાને મળતાં ઘણી બધી બાબતો જાણી શકાશે.

Post Comments