Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકન કોર્ટે ભારતીય નાગરીક યાહ્યા ફારૂક મોહમ્મદને 27 વર્ષની જેલની સજા ફટકારી

- અલકાયદાના નેતા અનવરને હજારો ડોલરની મદદ પહોંચાડવાનો આરોપ

- આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠને પગલે અમરિકાએ આપી સજા

નવી દિલ્હી, તા. 7 નવેમ્બર 2017, મંગળવાર

અમેરિકામાં એક ભારતીય નાગરીકને 27 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. આ ભારતીય નાગરિકનુ નામ યાહ્યા ફારૂક મોહમ્મદ છે અને તેના ઉપર આંતકવાદીઓને મદદ કરવાનો આરોપ હતો.

અમેરીકાની કોર્ટે ફારુક મોહમ્મદને આંતકી સંગઠન અલકાયદાના નેતા અનવરને હજારો ડોલરની મદદ પહોંચાડવા અને તેના ઉપર ચાલી રહેલા કેસની સુનાવણી કરી રહેલા નાન્યાધીશની હત્યાનુ કાવતરું રચ્યુ હતુ, જેમા તે દોષી સાબિત થયો છે. 39 વર્ષીય મોહમ્મદે ઓહિયો યુનિર્વસિટીમાંથી એન્જિનિયરીંગ કર્યુ છે અને તેને વર્ષ 2008માં અમેરીકાની એક મહિલા સાથે લગ્ન પણ કર્યા છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મોહમ્મદે આંતકીવાદીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમને પૈસાની તથા ઘણા બધા આધુનિક હથિયાળોની પણ મદદ કરી હતી. જેથી આંતકવાદી અલ અવાકીએ તેની મદદથી અમેરીકાની સેના વિરુદ્ધ જિહાદ ફેલાવવાનો પર પ્રયત્ન કર્યો હતો.

આંતકવાદી અલ અવાકી અલ- કાયદાનો પ્રમુખ સદસ્યોમાંથી  એક છે. અમેરીકા દ્ધારા સપ્ટેમ્બર 2011માં એક ડ્રોન હુમલામાં તેને મોતને ધાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત તેને વર્ષ 2010માં આંતરરાષ્ટ્રીય આંતકવાદી પણ ઘોષિત કરવામાં આવ્યો હતો.

Post Comments