Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: સોનુ તને ગણપતિ બાપા પર ભરોશો નૈ કે, વિદેશમાં પણ ગણેશ ઉત્‍સવનું આયોજન

- ઓસ્ટ્રેલિયાના પર્થમાં ગુજરાતીઓએ ગણેશ મહોત્સવ આયોજન કર્યુ

- “જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”

(યશપાલ ચૌહાણ દ્વારા) પર્થ, તા. 26 ઓગસ્ટ 2017, શનિવાર

“જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ની કહેવત સુરતી યુવકોએ સાર્થક કરી બતાવી છે. મૂળ સુરતના એવા યુવકોએ વિદેશની ધરતી પર ગણપતિ શ્રીજીનું સ્થાપન કરી ગણેશ ઉત્‍સવનું રંગેચંગે આયોજન કર્યું છે.

મુળ સુરતના અને હાલ ઓસ્ટ્રેલિયના પર્થ શહેર ખાતે રહેતા ત્રણ ગુજરાતી યુવકો મિખિલ ગાંધી, યશપાલ ચૌહાણ, મિતુલ રફાળિયા દ્વારા રંગેચંગે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું.

ગણેશ ઉત્‍સવનું આયોજન મિખિલ ગાંધીના ઘરે કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા ગણેશ પુજા કરવામાં આવશે, તથા ગણેશ પુજા વડીલો દ્વારા શીખવવામાં આવશે. ત્રણ દિવસ સુધી ગણપતિ બાપાની રોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે તે દરમિયાન આસપાસમાં રહેતા ગુજરાતીઓ મહોત્‍સવ અંતર્ગત નેહલ ગાંધી, અંજલિ ચૌહાણ, ભાવિકા રફાળિયા, ખુશી દેશાઈ, ચીરાયુ શુક્લ, રાજીવ દેસાઈ, નિકેતુ ત્રિવેદી, કનૈયાલાલ ભલોડિયા એકઠા થાય છે.

ગુજ્જુ યુવકોએ બાજીરાવ પેશ્વા સિરિયલથી પ્રેરાઈને શ્રીજીની સ્થાપન માટે ખાસ મંડપ બનાવ્યો છે. યુવકો દ્વારા એક ગીત પણ સોનુ સ્ટાઈલમાં એક શ્રીજીનું ગીત બનાવવામાં આવ્યું છે જે આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યું છે.

Post Comments