Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અવિરત સમાજસેવા માટે ઈન્ડિયન અમેરિકનનું સન્માન કર્યું

- ફ્રિમોન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશને

બે એરિયા, તા. ૨૬ ફેબ્રુઆરી 2018, સોમવાર

બે એરિયામાં સ્કુલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સાંકળી લઇ સમાજમાં શિક્ષણક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી બજાવતી ફ્રિમોન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશને તેના વાર્ષિક કાર્યક્રમની ઉજવણી શુક્રવાર ૨૩ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ મેરિયટ હોટલના ભવ્ય ઓડિટોરિયમમાં કરી હતી.

FEFના પ્રમુખ ફરિયા ખાન અને બોર્ડના સભ્યો રાજ સલમાન અને David Banaccorsi એ ફ્રિમોન્ટ યુનિફાઇડ સ્કુલ ડિસ્ટ્રીક્ટની સ્કુલો, વિદ્યાર્થીઓ વિ.ને કેન્દ્રમાં રાખી સમાજસેવા ક્ષેત્રે અવિરત રીતે અભૂતપૂર્વ સેવાઓ પ્રદાન કરવા માટે ફ્રિમોન્ટ સિટીના ''સુજજુ કોફી''ના શ્રી મહેશભાઇ પટેલનું કોમ્યુનિટી સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. છેલ્લા ૨૫ વર્ષથી ફક્ત સેવા જ કરવી છે એ ઉદ્દેશ રાખી સ્કુલોના ફંડ રેઈઝીંગાં કોઇપણ પ્રકારે મદદરૃપ થવા તેઓ નિમિત્ત થયા છે.

સ્કુલો વર્ષ દરમ્યાન ચેરિટેબલ અને એજ્યુકેશનલ કાર્યક્રમો, મેરેથોન, બ્લડ ડોનેશન કેમ્પ વિ.નું આયોજન કરે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો પણ ખૂબ જ નજીવા દરે અથવા તો મફત કોફી આપવાની સેવાઓ તેઓ આપી રહ્યા છે.

અમેરિકા જેવા દેશમાં ૫૦૦થી પણ વધુ આમંત્રિત મહેમાનો એક ઈન્ડિયન અમેરિકનને એવોર્ડ પ્રદાન થતી વખતે ઊભા થઇ તાળીઓથી વધાવી લે તે આપણા સૌ માટે આનંદની અને ગર્વની વાત છે.

આ કાર્યક્રમમાં ફ્રિમોન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશને ફ્રિમોન્ટ યુનિફાઇડ સ્કુલે ડિસ્ટ્રીક્ટ માટે અપ્રતિમ સેવાઓ ઘણાં વર્ષો સુધી પ્રદાન કરવા માટે Sharon Coco નું પણ સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મદદરૃપ થવા બે એરિયાની ઘણી સંસ્થાઓ નાણાંકિય મદદ આપી ખૂબ મોટું ભંડોળ ઊભું કરવા નિમિત્ત બન્યા હતા. આવનારી પેઢીના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, શિક્ષણ પ્રદાન કરતાં શિક્ષક ગણના હિત અને લાભોના રક્ષણ માટે, સ્કુલોનું વ્યવસ્થા તંત્ર અને નાણાંકિય માળખું મજબૂત બને તેના માટે સમાજના અનેક ક્ષેત્રો કેટલાં બધાં જાગૃત થઇને સારા કામમાં સહભાગી બન્યા છે તે ભારત અને દુનિયાના અન્ય દેશો માટે દાખલારૃપ છે અને એક આદર્શ મોડલ છે.

Post Comments