Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી અને જીએસટીથી ભારતનો વિકાસ મંદ પડયો, NPA ચિંતાજનક: અમેરિકા

- ઇકોનોમિક રિપોર્ટ ઓફ પ્રેસિડેન્ટનો અહેવાલ

- ભારતની બેન્કિંગ સિસ્ટમની કુલ લોનમાં NPAનો હિસ્સો ઔ૯.૭ ટકા

- જ્યારે ચીનમાં આ રેશિયો માત્ર ૧.૭ ટકાનોંધાયો છે

વોશિંગ્ટન, તા.૨૨ ફેબ્રુઆરી 2018, ગુરૂવાર

અમેરિકન એડમિનિસ્ટ્રેશને એક રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ના પ્રથમ ત્રણ ક્વાર્ટર દરમિયાન ભારત સહિત ચાર દેશો સાથે અમેરિકાની દ્રિપક્ષીય વેપારખાધ વાર્ષિક સરખામણીએ ઘટી ગઇ છે. તો માળખાંગત આર્થિક ફેરફારોની અસરના પરિણામે ભારતના આર્થિક વિકાસનો દર ધીમી પડયો છે.

ઇકોનોમિક રિપોર્ટ ઓફ પ્રેસિડેન્ટ (ઇઆરપી) જે અમેરિકન અર્થતંત્ર માટે ફુલ ગુલાબી ચિત્ર અને નિરંતર વૃદ્ધિ માટેનો રસ્તો દેખાડે છે. તેમાં જણાવ્યા મુજબ ભારત અને બ્રાઝિલ બંને દેશોએ વર્ષ ૧૯૪૮થી ગાટ (GATT) કરાર કરવા છતાં પણ તેમણે ઓછું મુક્ત વાતાવરણ, બોન્ડના ઊંચા વ્યાજદર અને યુનિવર્સલ બાઇન્ડિંગ કવરેજને ટાળ્યું હતું.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઊંચા મૂલ્યની ચલણી નોટો અચાનક બંધ કરવાના નિર્ણયથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડયો છે. ત્યારબાદ જુલાઇ-૨૦૧૭થી સમગ્ર દેશમાં એક સમાન નવી કર પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણના લીધે પણ મોટાપાયે અવ્યવસ્થા સર્જાઇ હતી. તે ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં વધતી જતી બેડ લોન કે એનપીએના લીધે પણ ચિંતાજનક વાતારણ સર્જાયું છે જે વિકાસદર માટે જોખમી પરિબળ સાબિત થઇ શકે છે.

આઇએમએફને ઉપલબ્ધ કરાયેલા આંકડા મુજબ ત્રીજા ત્રિમાસિકગાળા દરમિયાન ભારતની કુલ લોનમાં એનપીએનો હિસ્સો ૯.૭ ટકા હતો. જ્યારે ચીનમાં આ રેશિયો માત્ર ૧.૭ ટકા નોંધાયો છે. તાજેતરના વર્ષોમાં એનપીએ ઝડપથી વધી છે અને વર્ષ ૨૦૧૪-૧૫ની સરખામણીએ હાલ ભારતનો સ્પિલેજ રેશિયો ડબલ થઇ ગયો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આગામી સમયમાં ભારતના બેન્કિંગ સેક્ટરમાં સુધારો થઇ શકે એમ છે. કારણ કે, તાજેતરમાં સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૃ.૨.૧ લાખ કરોડના રિકેપિટલાઇઝેશનની જાહેરાત કરી છે.

Post Comments