Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંડનમાં ગુજરાતી મૂળના સોનીની હત્યા: પોલીસે છટ્ટા આરોપીની ધરપકડ કરી

- રમણીકલાલ જોગિયાની ગયા સપ્તાહે લેસ્ટરમાં અપહરણ પછી હત્યા કરાયેલી

- ત્રણ પુત્રોના પિતા રમણીકલાલ છેલ્લે પરિવારની દુકાનને તાળા મારતા જોવા મળ્યા હતા

(પીટીઆઇ) લંડન, તા. 1 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

લેસ્ટરમાં ગયા સપ્તાહે મૃતક હાલતમાં મળી આવેલા  ગુજરાતી મૂળના સોની રમણીકલાલ જોગિયાના અપહરણ અને હત્યાના સબંધમાં બ્રિટિશ પોલીસે આજે છટ્ટા આરોપીની ધરપકડ કરી હતી.

74 વર્ષના સોની કામ પરથી નીકળીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરી એક વાહનમાં તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા. '20 વર્ષના એક યુવાનને શંકાના આધારે પકડી લેવામાં આવ્યો હતો જે હાલમાં અમારી કસ્ટડીમાં છે જ્યાં જાસુસો દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે'એમ લેસ્ટરશાયર પોલીસે કહ્યું હતું.

લેસ્ટરના ૧૮ અને ૨૨ વર્ષના બે યુવાનોને અપહરણ અને હત્યાની શંકાના આધારે સોમવારે પકડી લેવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. અગાઉ લેસ્ટરના ત્રણ જણાને જોગિયાની હત્યા અને અપહરણ તેમજ લૂંટના આરોપસર પકડવામાં આવ્યા હતા.

આજે તેમને  લેસ્ટર મેજીસ્ટ્રેર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો અને ૨૮ ફેબુ્રઆરીએ  લેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂ થાય ત્યાં સુધી રીમાંડ પર મોકલવામાં આવ્યા હતા.

ત્રણ પુત્રોના પિતા એવા રમણીકલાલ છેલ્લે તેમના પરિવારની દુકાન બંધ કરીને તાળા મારતા જોવા મળ્યા હતા. ભારતીય મૂળના લોકોની જ્યાં મોટાભાગે સોનીની દુકાનો આવેલી છે તે ગોલ્ડન મિલ તરીકે ઓળખતા  બેલગ્રેવ રોડ વિસ્તારમાં તેમનો શો રૃમ છે.

તેમના પરિવારે લેસ્ટર પોલીસ મારફતે નિવેદન જારી કરી તેમની મોતથી તેઓ દુ:ખી થયા હોવાનું કહ્યું હતું અને મૃતકને  ખૂબ જ નજીકથી સંકળાયેલા પરિવારના એક સભ્ય તરીકે ગણાવ્યા હતા. 'તેઓ એક પ્રેમાળ પિતા, પતિ, ભાઇ અને કાકા હતા જેમને પોતાના પરિવાર સાથે સમય વિતાવવામાં મજા આવતી હતી. તેઓ બધાની સાથે જ જમતા, ઉઠતા, બેસતા અને સાથે જ બેસીને ક્રિકેટની મેચો અથવા તો એશિયન ટીવી શો પણ જોતાં હતા.

Post Comments