Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રમુખ ટ્રમ્પના વિરોધ છતાં ઓબામા કેર અડીખમ

- 90 લાખ જેટલા વિમાવિહોણા રહીશોએ ઓબામા કેર માટે નામ નોંધાવ્યા છે

- ૨૦૧૮નું વર્ષ એ મધ્યવર્તી ચૂંટણીનું વર્ષ ઓબામા કેર બદલવાનું વચન ટ્રમ્પ સરકાર પાળી શકી નથી

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)  બાર્ટલેટ (શિકાગો), તા.01 જાન્યુઆરી 2018

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના વહીવટી તંત્રના અધિકારીઓએ એફોર્ડેબલ કેર એક્ટ કે જે સમગ્ર અમેરિકામાં ઓબામા કેર એક્ટના હુલામણા નામથી ઓળખાય છે તેને નેસ્તનાબૂદ કરવા અનેક પ્રકારના ધમપછાડા કર્યા હોવા છતાં આજે પણ તે અડીખમ ઉભા છે અને હાલમાં કાર્યવંત છે.

તેથી ૨૦૧૮ની સાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ મળે તે માટે ફક્ત દોઢ મહિનાના સમયગાળા દરમ્યાન એક અંદાજ અનુસાર નવ મિલિયન એટલે કે નેવુ લાખ વીમા વિહોણા રહીશોને આ યોજનામાં પોતાના નામો નોંધાવીને આવી વિષમભરી પરિસ્થિતિમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને એક ભારે પ્રમાણમાં લપડાક મારેલ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓબામા કેરને નાબુદ કરવામાં અસફળ રહ્યા બાદ તે કાયદામાં નાના નાના છિદ્રો પાડીને તેને નાબૂદ કરવાના પ્રયાસો હાથ ધરેલ છે પરંતુ તેમણે અમેરિકન પ્રજાને આ ઓબામા કેરનો કાયદો એક આપત્તિજનક ગણાવી તેને નેસ્તનાબૂદ કરી તેની જગ્યાએ એક અદ્ભુત સુંદર વધુ સગડવતાભર્યો કાયદો પસાર કરી તેનો લાભ અમેરિકન પ્રજાને આપવામાં આવેલ ચૂંટણીનું વચન તેઓ પરિપૂર્ણ કરી શક્યા નથી.

પોતાની રીપબ્લીકન પાર્ટીના સેનેટરો જ આ કાયદાને નાબૂદ કરવાની તરફદારી કરતા નથી અને આ અગાઉ તેને નાબૂદ કરવા માટે જે નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાથી તેને નાબૂદ કરવા માટે તેના નાના નાના છિદ્રો પાડીને તે કાર્ય કરતો બંધ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે પરંતુ હવે ૨૦૧૮ની સાલના નવેમ્બર માસમાં મધ્યવર્તી ચૂંટણી આવી રહી હોવાથી આ પાર્ટીના નેતાઓ ભારે પ્રમાણમાં દ્વિધાઓ અનુભવી રહેલ છે.

હાલમાં ક્રિસમસનું વેકેશન હોવાથી પાટનગર વૉશિંગ્ટન ડી.સી.મા સેનેટ તથા હાઉસ એમ બન્ને ગૃહોમાં રજા હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ મત ક્ષેત્રોમાં ગયેલા છે અને ત્યાં આગળ રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ જે ટેક્ષ બિલ પસાર કરેલ છે તેની માહિતીઓ તેઓ પોતાના મતદારોને આપશે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ પોતાના મતવિસ્તારોમાં જઈને રીપબ્લિકન પાર્ટીના નેતાઓએ જે ટેક્ષ બિલ પસાર કરેલ છે તે દ્વારા તેઓને કેટલું નુકસાન થશે તેની માહિતી આપશો જે ટેક્ષ બિલ પસાર કરવામાં આવેલ છે તેનાથી ધાર્મિક વર્ગ તથા કોર્પોરેશનને મહદ અંશે ફાયદો થશે એ ચોક્કસ બિના છે.

૨૦૧૮નું વર્ષ એ મધ્યવર્તી ચૂંટણીનું વર્ષ છે અને તેમાં હાઉસના તમામ સભ્યોની ચૂંટણી થશે. કારણ કે, તમામ સભ્યોની મુદત ફક્ત બે વર્ષના સમયગાળા પૂરતી જ છે. આ વર્ષે રીપબ્લિકન પાર્ટીના સભ્યો ફક્ત એક જ બિલ પસાર કરી ચૂકેલ છે અને તે ફક્ત ટેક્ષ બિલ જ્યારે તેની સામે તેઓ ઓબામા કેરને નાબૂદ કરી શક્યા નથી તેમજ ઇમિગ્રેશન અને અન્ય કાયદાઓમાં જે ફેરફારો કરવાનું વચન આપ્યું હતું તે તેઓ પરિપૂર્ણ કરી શક્યા નથી જે અત્યંત ખેદની બાબત છે. આ અંગે વધારામાં જાણવા મળે છે તે મુજબ જે લાભો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા નથી તેઓને વર્ષના અંતે જરૃરી દંડ ભરપાઈ કરવાનો રહેતો હતો પરંતુ આ જે જોગવાઈઓ આ કાયદામાં હતી તેને ૨૦૧૯ના વર્ષથી નાબૂદ કરવામાં આવેલ છે અને હવેથી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતનો દંડ ભરવાનો રહેશે નહીં પરંતુ આગામી નવેમ્બર માસમાં જો ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો જો સવિશેષ પ્રમાણમાં ચૂંટાઈ આવે અને હાઉસ તથા સેનેટનો જો કબ્જો પોતાના હસ્તક લે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તમામ બાજીઓ ઉંધી વળી જાય એ સ્વાભાવિક બીના છે.

આવતા વર્ષે હાઉસ થતા સેનેટમાં અનેક પ્રકારના બીલો હાથ ધરાનારા છે. તેમાં અમેરિકાના દક્ષિણ વિભાગમાં અમેરિકાની સરહદને અડીને આવેલ મેક્સિકોની સરહદો નજીક મોટી દિવાલ બાંધવા અંગેનો પ્રશ્ન અતિ મહત્ત્વનો છે ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ આ કાર્ય અંગે જરૃરી નાણાં ફાળવવાના મુડમાં નથી અને તેઓએ આ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાફ શબ્દોમાં જણાવી દીધેલ છે પરંતુ ઇમીગ્રેશનના કાયદામાં જરૃરી સુધારા કરવા તથા ડાકાનો જે પ્રોગ્રામ છે કે જે નવયુવાનો માટે અગત્યનો છે તેને અંગે જરૃરી કાયદાઓ બનાવવા માટે જો બાંધછોડ કરવાની હશે તો ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો દિવાલના પ્રશ્ને થોડી છૂટછાટ મુકે તો નવાઈની વાત નથી. ડાકાનો સળગતો પ્રશ્ન રીપબ્લીકન પાર્ટી માટે અતિ મહત્ત્વનો છે અને તે અંગેનો કોઈ છેવટનો નિર્ણય ન લેવામાં આવે તો મધ્યવર્તી ચૂંટણીમાં પરિણામ શું હોઈ શકે તે સહેલાઈથી સમજી શકાય તેવી બીના છે.

ઓબામા કેર અંગે રાજકીય પંડિતો એવી ગણત્રી માંડી રહ્યા છે કે, આવતા જાન્યુઆરી માસની ૩જી તારીખે જ્યારે અમેરિકાના બન્ને ગૃહો સેનેટ અને હાઉસ કાર્ય કરતા થઈ જશે ત્યારબાદ ઓબામા કેરને નાબૂદ કરવાની કાર્યવાહીનો આરંભ થશે પરંતુ આ અંગે સાઉથ કેરોલીનાના સેનેટર લીન્ડસી ગ્રેહામે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ પ્રશ્ન અંગે જેઓ એમ માનતા હોય કે ઓબામા કેર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ તેઓ આ અંગે નાસીપાસ થશે ઓબામા કેર અંગેની કોઈ પણ કાર્યવાહીને હાથ ધરવામાં આવનાર નથી અને અમો હવે નવા પ્રશ્નોને હાથમાં લઈને તેનો યોગ્ય નિકાલ લાવવાની કાર્યવાહી હાથ ધરીશું એવું વધારામાં તેમણે જણાવ્યું હતું.

આ ડીસેમ્બર માસમાં જે ટેક્સ બિલ પસાર કરવામાં આવેલ છે તે વેળા તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ માર્કેટને સ્થિર કરવા અંગેની જરૃરી મદદ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેમાં આઠ બીલીયન ડોલરની જોગવાઈ કરવાની રહેશે અને બીજું એક બિલ જેમાં રાજ્યોને જે ઇન્સ્યોરન્સ યોજના તૈયા કરે તેઓને બે વર્ષના સમયગાળા દરમિયાન જરૃરી સહાય આપવા અંગેની વ્યવસ્થા છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ ફરજિયાતપણાની જે જોગવાઈ આ કાયદામાં હતી તેને નાબૂદ કરતા ૨૦૧૯ના વર્ષ દરમ્યાન ચાર મિલિયન લોકો ઇન્સ્યોરન્સ વિનાના થઈ જશે અને આગામી દસ વર્ષના સમયગાળા દરમ્યાન તેર મિલિયન લોકો ઇન્સ્યોરન્સ વિહોણા થઈ જશે અને તેની સાથે સાથે એક અંદાજ અનુસાર દસ ટકા જેટલા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રિમિયમમાં વધારો થયેલો જોવા મળશે ટૂંકમાં આવી પ્રવૃત્તિથી પ્રિમિયમમાં વધારો અને કવરેજમાં જો ઘટાડો થશે તો આ પ્રશ્ન ચર્ચાને ચકરાવે ચઢે તો નવાઈની વાત નથી.

Post Comments