Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રી તથા વેલેન્ટાઇન દિનની રંગેચંગે ઉજવણી

- ભારતીય સીનિયર સિટિઝન ઓફ શિકાગો

બાર્ટલેટ (શિકાગો), તા. 5 માર્ચ 2018, સોમવાર

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો નામની સંસ્થા સીનીયરોના હિતાર્થે કાર્ય કરે છે અને તે સંસ્થાના સંચાલકોએ તાજેતરમાં વેલેન્ટાઇન ડે તથા મહાશિવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. આ પ્રસંગે શિકાગોના સંગીતના જાણીતા કલાકારો હિતેશ માસ્ટર, નિપા શાહ, રિચાર્ડ ક્રિશ્ચીયન, તેમજ રોહિત પારેખે સુંદર સંગીતનો કાર્યક્રમ રજુ કર્યો હતો અને સીનીયર ભાઇ બહેનોએ તેનો મન મુકીને આનંદ માણ્યો હતો. આ વેળા આ સંસ્થાના ૫૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

આ પર્વોની ઉજવણીની શરૃઆતમાં સંસ્થાના સેક્રેટરી રાધિકા અંજારીયાએ ગણેશ સ્તુતિ વંદના રજુ કરી હતી અને ત્યાર બાદ કાર્યવાહક સમિતિના સભ્ય ડૉ. પ્રતિમા શાહે ભીન્ન ભીન્ન પ્રકારની પ્રતિભા ધરાવતા સીનીયર ભાઇ બહેનોની માહિતી એકત્રિત કરી તેઓને પોતાની મનપસંદ ટેલેન્ટ રજુ કરવા વિનંતી કરી હતી. સીનીયર ભાઇ બહેનોએ આ ટેલેન્ટના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ અન્ય સભ્ય ગોપાળભાઇએ મહાશિવરાત્રીનો મહિમા સમજાવ્યો હતો અને તે અંગે તેમણે વિસ્તૃત માહિતીઓ સભ્યોને આપી હતી.

વેલેન્ટાઇન ડેની ઉજવણી પ્રસંગે સંસ્થાની બહેનો જેમાં દામિનિ પટેલે, હેમા ભટ્ટ, પ્રતિમા શાહ, રક્ષીકા અંજારીયા તથા ભારતીબેન બલારનો સમાવેશ થાય છે.

તેમણે સૌ હાજર રહેલા સભ્યને ગુલાબના ફૂલો આપીને આ દિનની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે આ સંસ્થા દ્વારા માર્ચ માસની ૧૬મી તારીખને શુક્રવારે ઈટાસ્કા ટાઉનના સ્વામિનારાયણ મંદિરમાં હાસ્યરસથી ભરપૂર ગુજરાતી નાટક વેવણ નંબર વન રજુ કરવામાં આવનાર છે અને તેમાં સંસ્થાના સભ્યો માટે ૧૫ ડૉલર તેમજ બીનસભ્યો માટે ૨૫ ડૉલર પ્રવેશ ફી પેટે આપવાના રહેશે. અને તેમાં સાંજના ભોજનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

Post Comments