Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરીઝોન, ફ્લોરિડા, જ્યોર્જીયાની સ્પષ્ટ વાત, ઓબામા કેર ગેરબંધારણીય

- ૨૦ જેટલા રાજ્યોના એટર્ની જનરલોએ કેસ દાખલ કર્યો

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)    બાર્ટલેટ, શિકાગો, તા. 5 માર્ચ 2018, સોમવાર

અમેરિકાના ૨૦ જેટલા રાજ્યોએ ફેડરલ ગવર્નમેન્ટ પર કેસ કરીને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત આદેશ વિનાનો ઓબામા કેર હવે ગેરબંધારણીય બની રહે છે. ટેક્ષાસ અને વિસકોન્સીન રાજ્યના એટર્ની જનરલોએ સંયુક્તપણે ટેક્સાસ રાજ્યની નોર્ધન ડીસ્ટ્રીક્ટમાં આવેલ યુ.એસ.ની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને જે રાજ્યો આ કેસમાં જોડાયેલા છે તેમાં એરીઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, યુરાહ અને વેસ્ટ વર્જીનિયા મુખ્ય છે.

ગયા વર્ષના ડીસેમ્બર માસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેક્ષ બિલ પર સહી કરી હતી. તેમાં દરેક વ્યક્તિએ ફરજિયાતપણે વીમો લેવાનો રહેશે એવી જે જોગવાઈ હતી તેને દૂર કરવામાં આવી હતી. આથી આવી જોગવાઈ વિનાનો ઓબામા કેરનો કાયદો ગેરકાયદેસર છે એવી રજૂઆત ૨૦ જેટલા રાજ્યના એટર્ની જનરલોએ અદાલતને જણાવેલ છે.

ટેક્ષાસ રાજ્યના એટર્ની જનરલ કેન પેકસ્ટન અને વીસકોન્સીન રાજ્યના એટર્ની જનરલ બ્રેડ શિમેલની આગેવાનીમાં ન્યાયી અદાલતમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવેલ છે કે ગયા વર્ષે અમેરિકાના પ્રમુખે નવા ટેક્સના કાયદા પર સહી કરી તે વખતે કાયદાના ભાગ સ્વરૃપે ફરજિયાતપણે વીમો લેવાની જે જોગવાઈ કરી હતી તેને રદ કરવામાં આવી હતી આથી ઓબામા કેરનો કાયદો ગેરકાનુની બની જાય છે.

સુપ્રીમ કોર્ટે આ અગાઉ સ્વીકાર્યું હતું કે, આવી જોગવાઈઓ વિનાનો ઓબામા કેર ગેરબંધારણીય છે આથી આ કાયદાને હવે કાયદેસરનું ધોરણ ન હોવાથી હવે એવો સમય આવ્યો છે કે, અમેરિકાની તમામ પ્રજા હવે આ કાયદાની ગડમથલમાંથી મુક્ત છે એવું ટેક્ષાસના એટર્ની જનરલે જણાવેલ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ન્યાય ખાતાના અધિકારીઓ ઓબામા કેર એક્ટ અંગે ન્યાયી અદાલતમાં તેનો બચાવ કરશે કેમ તેનો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું. ૨૦૧૦ વર્ષથી આ ઓબામા કેર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી રીપબ્લિકન પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ તેનો વિરોધ કરતા આવેલ છે અને આજ દિન સુધી તેનો વિરોધ ચાલુ જ છે પરંતુ તેઓ આ કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સફળતા મેળવી શકેલ નથી.

હવે આ અંગેનો કેસ ન્યાયી અદાલતમાં આગળ ચાલશે અને તે સમગ્ર પ્રકરણ કેવો વળાંક લે છે તે તરફ સૌનું ધ્યાન હાલમાં કેન્દ્રિત થયેલ જોવા મળેલ છે.

Post Comments