Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં સાત લાખ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને નાગરિકત્વ મળશે : ટ્રમ્પ

- દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક પહેલાં વ્હાઈટ હાઉસની જાહેરાત

- બાળપણ કે કિશોરાવસ્થામાં અમેરિકા આવેલા યુવાન ઇમિગ્રન્ટ્સને ફાયદો, ભારતીય મૂળના પણ લાખો યુવાનો

વૉશિંગ્ટન, તા.૨૫ જાન્યુઆરી 2018, ગુરૂવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, અમેરિકા કેટલાક અનડોક્યુમેન્ટેડ યુવાન ઇમિગ્રેન્ટ્સ માટે અમેરિકન નાગરિકત્વના દ્વાર ખોલશે. આ પ્રકારના લોકો અમેરિકામાં 'ડ્રીમર' તરીકે ઓળખાય છે. આ મુદ્દે ટ્રમ્પે ડેમોક્રેટ્સ સાથે ઊંડી ચર્ચા કરી હોવાના પણ અહેવાલ છે.

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જતા પહેલા વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને અમેરિકન નાગરિકત્વ મળી શકે છે. એ માટે દસથી બાર વર્ષનો સમય લાગશે. અમેરિકામાં મહેનત કરતા લોકો માટે આ એક પ્રકારનું 'પ્રોત્સાહન' છે. એવા લોકોએ અમેરિકામાં ચિંતાનું કોઈ કારણ નથી.

જોકે, આ મુદ્દે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે આખરી નિર્ણય હજુ લેવાયો નથી, પરંતુ ઇમિગ્રેશન વિભાગ આ દિશામાં હકારાત્મક રીતે વિચારી રહ્યું છે. અમેરિકામાં આશરે ૬.૯૦ લાખ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ છે. આ બધા જ અમેરિકામાં બાળક કે કિશોરાવસ્થામાં આવ્યા હતા. આ નિર્ણયથી તેમને ફાયદો થશે.

આ પ્રકારના લોકોમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. આ મુદ્દે ફેરફારો કરવા ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદો એકમત છે. હાલમાં જ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે, અમે આવતા અઠવાડિયાથી ઇમિગ્રેશનનું માળખામાં ફેરફારો શરૃ કરીશું. જોકે, આ ફેરફારો થકી અમે સરહદી સુરક્ષા વધારવા, કાયદાકીય છટકબારીઓ ઘટાડવા અને ફેમિલી ચેઇન માઇગ્રેશન રોકવા કટિબદ્ધ છીએ.

આ દરમિયાન ટ્રમ્પે મેક્સિકો સરહદે દીવાલ બાંધવા વીસ અબજ ડૉલરના ભંડોળની પણ માગ કરી હતી. જો ત્યાં દીવાલ નહીં હોય તો ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ્સ જેવા સુધારા નહીં થઈ શકે. આ કાયદા હેઠળ બાળકોને નાગરિકત્વનો હક અપાય છે. અમે મેક્સિકોમાં ૧,૨૯૦ કિલોમીટર લાંબી દીવાલ બાંધવા ઇચ્છીએ છીએ. આ દીવાલ બાંધવાથી અમેરિકાનું કરોડો ડૉલરનું ભંડોળ બચી જશે.

નોંધનીય છે કે, ટ્રમ્પની આ દલીલો પછી અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને નાગરિકત્વ આપવાનો પ્રસ્તાવ બિનસત્તાવાર રીતે સ્વીકારી લેવાયો હતો. આ મુદ્દે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે.

Post Comments