રીપબ્લિકન પાર્ટીના 51 તથા ડેમોક્રેટીક પાર્ટીના 49 સભ્યો
- પાતળી બહુમતીથી રીપબ્લિકન પાર્ટી સત્તામાં : સેનેટમાં કટોકટી ભરી પરિસ્થિતિ
- 3જી જાન્યુઆરીએ હોદ્દાની સોગંદવિધિ લેશે
(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો), તા.1 જાન્યુઆરી 2018
ગયા ડિસેમ્બર માસની બારમી તારીખને મંગળવારે અલાબામા રાજ્યની ખાલી પડેલ સેનેટના ઉમેદવારો અંગે ચુંટણી યોજવામાં આવી હતી અને તે દિવસે બહાર આવેલા પરિણામમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્સનનો ભવ્ય વિજય થતાં અલાબામાં રાજ્યમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.
જ્યારે રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોરનો કારમો પરાજય થયો હતો. આ ચુંટણીના પરિણામને જરૃરી પ્રમાણપત્ર આપવા માટે ૨૮મી ડિસેમ્બરના રોજ અલાબામા રાજ્યના જવાબદાર અધિકારીઓએ ડેમોક્રેટીક પાર્ટીના વિજેતા ઉમેદવાર ડગ જોન્સને જરૃરી વિજેતા પ્રમાણપત્ર આપતાં હવે તેઓ જાન્યુઆરી માસની ૩જી તારીખે સેનેટના પ્રમુખ યેન્સની પાસે હાજર થઇ તે અંગેની સોગંદવિધિ કરશે અને ત્યાર બાદ તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર તરીકે સેનેટમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
છેલ્લા ૨૫ વર્ષના સમયગાળા બાદ સૌ પ્રથમ વખત ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર તરીકે ડગ જોન્સ કે જેઓ અલાબામા રાજ્યના યુએસ પ્રોસીકયુટર હતા તેમણે ચુંટણીમાં ઝંપલાવી સેનેટર તરીકે વિજયી થતા અલાબામા રાજ્ય જે રીપબ્લીકન પાર્ટીનો ગઢ ગણાતું હતું તેમાં ગાબડું પાડીને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર વિજયી બનતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓમાં એક નવીન પ્રકારનું ઘોડાપુર આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
થોડા સમયે પહેલા વર્જીનીયા રાજ્ય તથા ન્યુ જર્શી રાજ્યના ગવર્નરો તરીકે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો વિજયી થતાં આ પાર્ટીના ઉમેદવારોમાં એક નવા પ્રાણનો સંચાર થયેલો જોવા મળે છે. અને આ વર્ષે એટલે કે ૨૦૧૮ની સાલમાં યોજાનાર મધ્યવર્તી ચુંટણીમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો એક પ્રકારના અણધાર્યા પરિણામો બહાર આવે તો નવાઇની વાત નથી.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
એાહ્ માય ગૉડની સિક્વલ મારા ધ્યાનમાં છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro