Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઉત્તરાયણ પર્વ ધામધૂમથી ઉજવાશે

- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગ દોરી બજારોમાં ધસારો : એ...કાપ્યો...,એ લપેટયો....ની બૂમોથી શહેરો ગૂંજી ઉઠશે

મોડાસા,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

આવતીકાલ રવિવારે ઉત્તરાયણના પર્વની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાભરમાં ભારે ધામધૂમથી ઉજવણી થશે. મોડાસા, ધનસુરા,હિંમતનગર,ઇડર સહિતના  શહેરોમાં પતંગ દોરી બજારમાં છેલ્લી ઘડીએ લોકો દોરી પતંગ લેવા માટે ઉમટી પડયા હતા.આજે ઉત્તરાયણ નિમિત્તે લોકો જલેબી,ફાફડા અને ઉંધિયાંની  જાયફત માણશે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આજે ઉતરાયણના પર્વની લોકો ઉત્સાહભેર ઉજવણી કરશે.લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા માણશે.

પતંગના ભાવમાં ૧૫ થી ૧૭ ટકા અને દોરીમાં ૧૦ થી ૨૦ ટકા જેટલો વધારો થયો હતો.અને પતંગ બજારમાં મંદી દેખાતી હતી પરંતુ ઉત્તરાયણના એક દિવસ પૂર્વે મોડાસા શહેરના માલપુર રોડ, મેઘરજ રોડ અને મેઈન બજાર અને હિંમતનગરની વિવિધ બજારોમાં પણ  લોકોની ભારે ભીડ જોવા મળી હતી.આજે ઉત્તરાયણ હોઈ લોકો સવારથી જ ધાબા ઉપર એ કાપ્યો...,એ લપેટયો...ની ચીચીયારીઓથી અવનવા વાંજીત્રો વગાડી વાતાવરણ ગજવી મૂકશે.જયારે ઉત્તરાયણ પર્વના દિવસે ગરમા ગરમ જલેબી,ફાફડા, લીલવાની કચોરી અને ઉંધિયાંનુ મહત્વ હોઈ મીઠાઈવાળાઓએ જથ્થાબંધ ફાફડા જલેબી બનાવવાની તૈયારીઓ હાથ ધરી હતી.

આમ છેલ્લી ઘડીએ પતંગ બજારમાં ઘરાકી ખુલતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

Post Comments