Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પદમાવતી ફિલ્મનો વિરોધ કરનારની અટકાયત બદલ હિંમતનગરમાં ટાયર સળગાવાયા

- પોલીટેકનીક ચાર રસ્તા પાસે ચક્કાજામ કરાતા મહાકાલ સેનાના પ્રમુખ અને ટોળા સામે ફરીયાદ

હિંમતનગર, ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

છેલ્લા કેટલાક સમયથી પદમાવતી ફિલ્મમાં આવરી લેવામાં આવેલા સંવાદ અને દ્રશ્યો બાબતે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે ત્યારે તાજેતરમાં મુંબઈમાં કરણી સેનાના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરતા તેના વિરોધમાં શુક્રવારે હિંમતનગરની પોલીટેકનીક ચાર રસ્તા પાસે સાબરકાંઠા મહાકાલ સેનાના પ્રમુખ અને ૧૫ થી વધુ કાર્યકરોએ વિરોધ દર્શાવી વાહનના ટાયર સળગાવી દઈ ટ્રાફીક જામ કરી દેતા તેમની વિરૃધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.

આ અંગે હિંમતનગર એ-ડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ રજુસિંહ મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે સાંજના સુમારે પદમાવતી ફિલ્મના મામલે મુંબઈમાં કરણી સેનાના કેટલાક અગ્રણીઓની કરાયેલી અટકાયતના વિરોધમાં પોલીટેકનીક ચાર રસ્તા પાસે સાબરકાંઠા મહાકાલ સેનાના પ્રમુખ ભૃગવેન્દ્રસિંહ કુંપાવત તથા તેમની સાથે આવેલા ૧૫ થી વધુ કાર્યકરોએ વાહનના ટાયર સળગાવી ટ્રાફીક જામ કરી દીધો હતો અને કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. તથા રોડના ટકાઉ પણાને નુકશાન પહોંચાડયુ હતુ.

જેથી વિજયસિંહ મકવાણાએ તેમની વિરૃધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Post Comments