Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેનાલમાં સંપાદીત જમીનનું વળતર ન મળતાં ખેડૂતોની આત્મ વિલોપનની ચિમકી

- માજુમ જળાશય યોજનાની માયનોર

- ૨૫ વર્ષથી વળતર મેળવવા ખેડૂતોના ધરમ ધક્કા : આત્મ વિલોપનની ઉચ્ચકક્ષાએ રજુઅત કરતાં તંત્ર હરક્તમાં આવ્યું

ધનસુરા,તા.૦૮ માર્ચ 2018, ગુરુવાર

ધનસુરાના કેટલાક ખેડૂતોની માજુમ જળાશય યોજના ધનસુરા માયનોર (૨ ની કેનાલ)સને ૧૯૯૩માં બની હતી.જેમાં ખેડૂતોની સંપાદિત થયેલ જમીનનું આજદિન સુધી વળતર ન મળતાં ન છુટકે ખેડૂતે આત્મ વિલોપન ની ઉચ્ચકક્ષા એ અરજી કરી હતી.ત્યારે અરજી અનુસંધાને તંત્ર હરક્તમાં આવી જતાં પોલીસે જામીન લેવડાવવાની તજવીજ હાથ ધરી હતી.

ધનસુરા ખાતે રહેતા વિજયભાઈ ભીખાભાઈ પટેલ,મનહરભાઈ એમ.પટેલ,રસીકભાઈ એમ.પટેલ,નવનીતભાઈ પટેલ તથા જગદીશભાઈ બી.પટેલ વિગેરે ખડૂતોની સંયુક્ત માલ્કીની જમીનની જમીનમાં સને ૧૯૯૩ના વર્ષમાં માજુમ જળાયશ યોજના ધનસુરા માયનોર(૨ ની કેનાલ)બનતી હતી.જેમાં તેઓની ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન સંપાદન થયેલ જે જમીનનું વળતર ૨૫ વર્ષ વિતવા છતાં અને અનેકવાર રજુઅત કરવા છતાં આજદીન સુધી વળતર ન મળતાં વિજયભાઈએ આત્મ વિલોપનની ઉચ્ચ કક્ષાએ અરજી કરી હતી.તે અરજી અનુસંધાને ધનસુરા પોલીસને ઉચ્ચ કક્ષાએ થી જાણ થતાં તાકીદે ખેડૂત આત્મ વિલોપન ન કરે તે માટે પોલીસે ધનસુરા મામલતદાર કચેરી ખાતે જામીન લેવડાવ્યા હોવાનું જાણવા મળેલ છે.ખેડૂતોને ૨૫ વર્ષે પણ વળતરનો લાભ ન મળતાં ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી સાથે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.અને ૩૦ દિવસમાં નિરાકરણ નહી આવે તો આત્મ વિલોપન કરવા સારૃની અરજીીમાં જણાવ્યું હતું.

Post Comments