Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઉન્ટઆબુમાં ઠંડીનો ચમકારો માઈનસ ૧.૪ ડીગ્રીથી બરફ છવાયો

- પોલોગ્રાઉન્ડ સહિત સર્વત્ર બરફની ચાદર પથરાઇ ડિસામાં ૯ ડિગ્રી ઠંડીથી જનજીવનને અસર

અમીરગઢ,તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

સમગ્ર ગુજરાતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે ડિસામાં ૯ ડિર્ગી ઠંડી નોંધાઇ હતી. શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીએ કહેર વર્તાવી રહી છે ત્યારે હિલસ્ટેશન માઉન્ટઆબુમાં આજે તાપમાન માયનસ ૧.૪ ડીગ્રી થતાં સર્વત્ર બરફના પડો જામતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે.

ઠંડીની ઋતુમાં રાજસ્થાનના પ્રખ્યાત પર્યટક સ્થળ માઉન્ટઆબુમાં તાપમાન માઈનસમાં જતા સ્થાનિક રહીશોના જીવન પર માઠી અસર પડી રહી છે. ગત સોમવારની રાત્રિના માઉન્ટઆબુનુ તાપમાન માઈનસ ૦.૪ નોંધાયું હતું ત્યારે પણ ગાડીઓ, બગીચાઓ તથા બોટો પર બરફના પડો છવાયા હતા. જ્યારે મંગળવારની રાત્રિમાં તો ઠંડીએ તેનો કહેર વર્તાવતા માઝા મુકી દીધી હતી અને ઠંડીનો પારો એકદમ ગગડતાં માઈનસ ૧.૪ ડીગ્રીએ આવતાં સર્વત્ર ભારે માત્રામાં બરફ છવાયો હતો. આથી રહીશો મોડે સુધી ઘરોથી બહાર નીકળ્યા પણ ન હતા અને દશ વાગ્યા સુધી બજારો પણ સુમસામ ભાષી રહ્યા હતા. પડેલા પાણી બરફની લાદીઓમાં ફેરવાઈ ગયું હતું. પોલોગ્રાઉન્ડ તો જાણે બરફના બેટમાં ફેરવાતાં મીની કાશ્મીર બની ગયું છે. જ્યારે છોડવાઓ ઉપર પણ બરફના પડો જામી ગયેલ જોવા મળ્યા હતા.  માઉન્ટના નીચેના ભાગે જ અડીને વસેલા અમીરગઢમાં પણ આજે ઠંડી કાતિલ બનતાં દસ વાગ્યા સુધી લોકો ઠંડીના કારણે બહાર નીકળ્યા ન હતા. જ્યારે માઉન્ટના રહીશોની હાલત સ્પષ્ટ કલ્પી શકાય તેમ છે. જ્યારે આવી ઠંડીના કારણે વહેલી શાળાઓમાં અમીરગઢના વાલીઓ વેકેશન માટે સંચાલકોને રજૂઆત કરેલ છે.

Post Comments