Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ તા.પં.ના ઉમેદવારનો બહિષ્કાર કરી આગેવાનોએ અપક્ષને ચૂંટણીમાં ઉતાર્યો

- ભાજપનો ગઢ ગણાતી સિસરાણા બેઠક પર બળવો

- ટિકિટની બાબતે વડગામ ભાજપના સ્થાનિક આગેવાનોની મનમાનીથી અસંતોષ

વડગામ, તા. ૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

વડગામ તાલુકા પંચાયતની સિસરાણા બેઠક પર ભાજપના ઉમેદવારને ટિકિટ આપવાની બાબતે સિસરાણા સીટમાં આવતા ગામોના ભાજપના સ્થાનિક આગેવાનોની અવગણના કરાતાં ભાજપના ગઢ ગણાતી તાલુકા પંચાયત સિસરાણા બેઠક પર વિખવાદ ઉભો થયો છે અને આ સીટમાં આવતા પાંચ ગામોના ૨૦૦ થી વધારે આગેવાનો મોરીયા ખાતે ભેગા થઈને ચૂંટણીમાં અપક્ષને ટેકો જાહેર કરીને તાલુકાના ગણ્યા ગાંઠયા આગેવાનોની મનમાનીને નહીં ચલાવી લેવા હુંકાર કર્યો છે.

વડગામ તાલુકા પંચાયતની સિસરાણા બેઠકએ ભાજપનો ગઢ ગણાતી બેઠક છે.

આ બેઠક પર છેલ્લા ૪૦ વર્ષથી સંઘના વિચારસરણી તેમજ ભાજપના ચુસ્ત વિચારો ધરાવતી વર્ષો જુના કાર્યકર પીઢ આગેવાન રઘુભાઈ લોહ મોરીયા, બાબરાભાઈ દેસાઈ, ધનાલી અને લાનલજીભાઈ જુવા સિસરાણાવાળાએ તા.પં. બેઠક માટે ટિકિટની માગણી કરાઈ હતી. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક માટે પરસોત્તમભાઈ શ્રીમાળી સામે આગેવાનોએ તાલુકા ભાજપના સંગઠનમાં રહેલા કેટલાક આગેવાનો સામે આક્ષેપ કર્યા હતા.

 સરદારપુરા, મોરીયા, જોયતા પાંચ ગામના ભાજપના માત્ર ૨૦૦થી વધારે આગેવાનો મોરીયા ખાતે આવેલા વિર દાદાના પવિત્ર પટાંગણમાં એકત્રીત બનીને સિસરાણા ગામના માંઘજીભાઈ ધનરાજભાઈ ચૌધરી(ભગત) અપક્ષને ઉમેદવાર બનાવીને ભાજપના સ્થાનિક આગેવાનોને ચેલેન્જ કરીને જણાવ્યું હતું કે ટિકિટ આપવી તમારા હાથમાં હશે પણ વોટ તો કાર્યકરોને અપાવવાના છે અને તે વોટથી અપક્ષને  જીતાડીને સ્થાનિક આગેવાનોની મનમાની બતાવી દેવા ચૂંટણી જંગમાં કટીબધ્ધ બન્યા હતા. આમ ભાજપ માટે ભાજપના ગઢમાં જ બળવો થતો સિસરાણા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Post Comments