Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચિકણાના વિદ્યાર્થીના હત્યારા આજ સાંજ સુધી ન ઝડપાય તો ઠાકોર સેનાની આંદોલનની ચિમકી

- એલ.સી.બી.ની ચાર જેટલી ટીમો તપાસમાં ઔલાગી : શકમંદોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ

મહેસાણા,તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

સતલાસણા તાલુકાના ચિકણા ગામના વિદ્યાર્થીની હત્યા કેસમાં પોલીસ હજુ તપાસમાં જ અટવાયેલી જોવા મળી રહી છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજ સાંજ સુધી આરોપીઓ ન પકડાય તો શુક્રવારથી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ચિકણાના વિદ્યાર્થીના હત્યાકેસના ત્રણથી વધુ દિવસ વિતવા આવ્યા છે છતાંપણ આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના સહિત આ કેસમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે પોલીસને બે દિવસનુ આરોપીઓને પકડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમછતાં બુધવાર સાંજ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે આજરોજ ગુરુવાર સાંજ સુધી આરોપી ન પકડાય તો શુક્રવારે કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર સોંપવામાં આવશે. ત્યારબાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહે તો સતલાસણા તથા ખેરાલુમાં બંધનુ એલાન જાહેર કરવામાં આવશે.

 ચિકણાના નવ વર્ષીય હિરેન બાબુજી ઠાકોરનો મૃતદેહ ગામની શાળાના મેદાનમાંથી ખાડામાંથી મળી આવતા પંથકમાં આ મામલે ભારે ચકચાર મચાવી છે અને જિલ્લા પોલીસવડાએ તુરંત એલસીબીને તપાસ સોંપી આરોપીઓને ઝડપી લેવા સુચન કરતા એલસીબીની ચાર જેટલી તેમજ સ્થાનીક પોલીસની ટીમોએ ગામ ખાતે ધામા નાખ્યા છે. જોકે ત્રણ દિવસ ઉપરાંતનો સમય વિતવા આવ્યો છે છતાં પોલીસને કોઈ કડી હાથ લાગી ન હોવાનું સૂત્રોનુ માનવું છે.

ડોગ સ્કવોડની મદદ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ ડોગ જે સ્થળે પહોંચ્યો હતો તે વિસ્તારના જ શકમંદોની એલસીબીની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Post Comments