Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંબાવાડીમાં પૂર્વ ટ્રાફીક પી.આઈ.ના મકાન સહિત ત્રણ સ્થળે ચોરી

- હિંમતનગરમાં તસ્કર ટોળકીનો તરખાટ

- હાજીપુરા વિસ્તારના બે મકાનમાંથી દરદાગીના સહિત રૃ. ૨.૫૮ લાખના મતાની ચોરીની ફરિયાદ

હિંમતનગર, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નિશાચરોને પોલીસ તંત્ર કે પ્રજાનો કોઈ ભય ન હોય તેમ તેઓ ગમે તે મકાનમાં ઘુસી જઈને માલ મતાની ચોરી કરીને બિન્દાસ ભાગી જાય છે.ગુરૃવારે રાત્રે હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત ટ્રાફીક પી.આઈ. ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હોવાની ઘટના બહાર આવી છે તેમજ હાજીપુરા વિસ્તારમાં પણ બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ રૃા.૨ લાખથી વધુની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને પૂર્વ ટ્રાફીક પી.આઈ. તરીકે ફરજ બજાવી ચુકેલા ભરતભાઈ વોરા તેમના દિકરાનું લગ્ન હોવાથી ઘર બંધ કરીને વતન ગયા હતા.

જયાં ગુરૃવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાં પ્રવેશ કરી ઘર વખરી રફેદફે કરીને કેટલીક મતા લઈ ગયા હતા. જોકે ભરતભાઈ વોરા હાજર ન હોવાને કારણે એ-ડીવીઝન પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી. પરંતુ ભરતભાઈ ઘરે આવ્યા બાદ તેઓ તપાસ કરીને કેટલી મતાની ચોરી થઈ છે. 

 બીજી તરફ પોલોગ્રાઉન્ડના હાજીપુરામાં આવેલા અલ્તાફહુસેન મહમદહુસેન રંગરેજના મકાનમાં બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી રૃા.૧.૫૩ લાખની મત્તાની ચોરી કરી હતી. તથા તેમની સામેની સોસાયટીમાં રહેતા અબ્દુલરજાક મીયાએહમદ  કાર રૃા.૧.૦૫ લાખની લઈને ભાગી ગયા હતા. આમ એક જ રાતમાં અજાણ્યા શખ્સો રૃા.૨.૫૮ લાખની મત્તાની ચોરી કરી જતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 જે અંગે અલ્તાફહુસેન રંગરેજે ગુરૃવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ સાથે જ નાગરિકોની એવી માંગ છે કે પોલીસે રાત્રે જરૃર પડે પેટ્રોલીંગ વધારીને ઘોડેસ્વાર પોલીસને રાત્રી પેટ્રોલીંગમાં મુકવી જોઈએ.

Post Comments