Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોડાસામાં ભાજપના છ કાઉન્સીલરોનાં રાજીનામાંથી ભડકો

- ૫ાલિકામાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા : પ્રમુખ- ઉપપ્રમુખની વરણીના ચાર કલાક બાદ અસંતોષ

- પાલિકાના ૧૩ સભ્યોએ અવાજ દબાવી દેવાની નિતી-રીતી સામે વિરોધ વ્યક્ત કર્યો પક્ષની શિસ્ત સામે જુથ બંધી

મોડાસા,તા. 12 જૂન 2018, મંગળવાર

મોડાસા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપાની વિજય ઉજવણીના ચાર જ કલાકમાં પક્ષમાં અસંતોષ ભભૂકતા અને પાલિકાના છ કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતાં જ શિસ્તબધ્ધ ગણાતા આ પક્ષમાં વકરેલી જુથબંધી બહાર આવી હતી.અને પાલિકાના  ૬ નગર સવેકોના રાજીનામાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસાની નગરપાલિકામાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપાનું શાસન વર્તાય છે.ગત વર્ષ ૨૦૧૫માં યોજાયેલ પાલિકા ચૂંટણીમાં નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૧૮ બેઠકો પર ભાજપાએ કબ્જો જમાવી અપક્ષ સદસ્યોના ટેકાથી વહીવટી  ધુંરા સંભાળી હતી.પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની નિદ્યારીત અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવા હોદ્દેદારોની ચૂંટણી મંગળવારના રોજ ખાસ સાધારણ સભામાં યોજાતાં ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ ૧૨ વિરૃધ્ધ ૨૩ મતો થી ચૂંટાઈ આવ્યા હતા.

અને આ વિજયને આતશબાજી સાથે મનાવાયો હતો. પરંતુ આ ભાજપાને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા નડી હોય એમ વિજયોત્વસના માત્ર ચાર જ કલાકમાં શિસ્તબધ્ધ ગણાતાં આ પક્ષની જુથબંધી બહાર આવી હોય એમ પક્ષના મેન્ડેટ ના વિરોધમાં પાલિકાના ભાજપાના છ કોર્પોરેટરો એ ચીફ ઓફીસરને રાજીનામા ધરી દેતાં રાજકીય ખળભળાટ સર્જાયો હતો.

મોડાસા નગર સેવા સદન ખાતે રાજીનામા પત્ર લઈ ચીફ ઓફીસરને આપવા પહોંચેલા ભાજપના કોર્પોરેટર કેતનભાઈ ત્રિવેદી, જલ્પાબેન ભાવસાર,કીસનલાલ શાહ,દિનેશભાઈ ગુર્જર,નર્મદાબેન રાઠોડ અને સવિતાબેન રાવળઓએ મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં પોતાના રાજીનામા ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અવિનાશ કડીયાને સોંપ્યા હતા.ભાજપ પાર્મેન્ટરી બોર્ડ ના નિણર્ય સામે વિરોધ વ્યક્ત કરી આ સદસ્યો એ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું  મુલાકાતમાં જણાવ્યું હતું.આમ ભાજપમાં છેલ્લા એક માસથી ઉઠેલી અસંતોષની આગ રાજીનામા સ્વરૃપે બહાર આવતાં ભાજપમાં ભડકો સર્જાયો હતો.

હજુ ૪ કોર્પોરેટરો રાજીનામા ધરી દેશે :  કોર્પોરેટર
અમારો અવાજ દબાવી લોકશાહી વિરૃધ્ધ પ્રવૃત્તિ હાથ ધરાતા રાજીનામા આપ્યા છે
મોડાસા નગરપાલિકાના ચીફ ઓફીસરને ઉદ્દેશી કોર્પોરેટર પદેથી પોતાના રાજીનામા ધરી દેનાર ભાજપા ના છ સદસ્યો એ પાર્લામેન્ટરી બોર્ડે આપેેલ મેન્ડેટ બદલાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.રાજીનામા ધરી દેનાર કોર્પોરેટરો એ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમો એ એક માસ અગાઉ પક્ષના મોવડી મંડળ ને રજુઆત કરી હતી.

અને જણાવ્યું હતું કે ૧૩ સદસ્યો પૈકી ગમે તે એકની પ્રમુખ તરીકે પસંદગી કરાય પરંતુ અમારા બહુમતી અવાજને દબાવી લોકશાહી વિરૃધ્ધ નિણર્ય કરી ખોટો મેન્ટેડ અપાતાં અમોએ આ નિર્ણય વિરૃધ્ધ નારાજગી વ્યક્ત કરી છે. અને હજુ અન્ય ૪ સદસ્યો આગામી બે દિવસમાં રાજીનામા ધરશે એમ કાઉન્સીલર કેતનભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું.

કોર્પોરેટર પદેથી રાજીનામા કોણે આપ્યા ?
નગર સેવક    ચૂંટાયેલ વોર્ડ
૧.દિનેશભાઈ આર.ગુર્જર(વર્તમાન ઉપપ્રમુખ)    ૧
૨. સવિતાબેન આર.રાવળ    ૧
૩.કેતનભાઈ જે.ત્રિવેદી    ૨
૪. નર્મદાબેન એમ.રાઠોડ    ૩
૫. જલ્પાબેન એમ.ભાવસાર    ૪
૬. કીસનલાલ વી.શાહ    ૫

Post Comments