Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંપાવાડામાં રામાપીરના મંદિરમાંથી ઘોડા સાથેની ચાંદીની મૂર્તિ ચોરાઈ

- ૬૦ હજારની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા બેચરાજી પો. સ્ટે.માં ફરિયાદ નોંધાવાઈ

ચાણસ્મા, તા. ૧૩જાન્યુઆરી 2018, શનિવાર

બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામે શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ  અજાણ્યા ઈસમોએ આજે વહેલી સવારે ગામ વચ્ચે આવેલ શ્રી રામાપીરના મંદિરને નિશાન બનાવી આશરે ૧ કિલો ચાંદીની વજનની ઘોડા સાથેની મૂર્તિ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ બહુચરાજી પોલીસ સ્ટેશને શાહ મનોજકુમાર ધનજીભાઈએ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત જાણવા મળે છે તે મુજબ સાંપાવાડા ગામે આવેલ રામાપીરના મંદિરમાં નિત્યક્રમ મુજબ આજે વહેલી સવારે લોકો દર્શન માટે જતા મંદિરમાં મુકેલ ચાંદીની ઘોડા સાથેની મૂર્તિ કોઈ હરામખોરોએ ઉઠાવી ગયા અંગેની જાણ મંદિરે જતા ભક્તોએ સ્થાનિક પુજારી ગોસ્વામી ઈશ્વરભારથીને કરી હતી. તેઓએ આ ઘટનાની જાણ ગામલોકોને કરતા ંગામના સ્થાનિક અગ્રણી શાહ મનોજકુમાર ધનજીભાઈએ બહુચરાજી પોલીસ સ્ટેશને કરતાં પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી અજાણ્યા શખ્સો વિરુધ્ધ આગળની તપાસ હાથ ધરી છે. આજથી એકાદ વર્ષ અગાઉ પણ તસ્કરોે મંદિરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી ચાંદીના ઘોડા સહિત અન્ય ચીજવસ્તુની ચોરી કરી હતી.

 પરંતુ તે ચોરીનો ભેદ આજદિન સુધી ઉકેલાયો નથી ત્યાં ફરી એકવાર રામાપીરના મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી રામાપીરની ઘોડા સાથેની ચાંદીની મૂર્તિ અંદાજીત કિંમત રૃા. ૬૦,૦૦૦ ની ચોરીની ઘટનાએ લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે.

Post Comments