Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૃષ્ણાશ્રમમાં શિવરાત્રીએ ૧૦૮ કિલો પારદનું શિવલીંગ બનાવાશે

- મોડાસાના બોલુન્દરના

મોડાસા,તા.૦૮ ફેબ્રુઆરી 2018, ગુરુવાર

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દરા ગામ ખાતે આવેલા શ્રીકૃષ્ણાશ્રમમાં શિવરાત્રી પર્વની પુરજોશમાં તૈયારીઓ હાથ ધરાઈ છે.

અહીં વૈદિક પરંપરા મુજબ અગ્નિહોત્રનો નિત્ય સાયં-પ્રાત: હોમ ૧૧૦ વર્ષથી થાય છે.શિવરાત્રીના પાવન દિવસે ૧૦૮ કીલો ના પારદ નું શિવલીંગ બનાવી શિવ પરીવાર સહિત તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.સાથે જ પંચકુંડી મહારૃદ્રયાગ તથા સવા લાખ પાર્થીવેશ્વર લીંગના પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બોલુન્દરા ખાતે શિવરાત્રી ના મહાપર્વનો પ્રારંભ ૧૧ ફેબુ્રઆરીથી કરવામાં આવશે. શાસ્ત્રોમાં સ્ફટીક શીવલીંગ અને પાર્થેવેશ્વરના પુજનનું ખૂબ જ મહત્વ રહેલું છે.એજ રીતે પારદના શિવલીંગનું પણ ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.જેથી પારદના શિવલીંગના દર્શન કરવા એ ખૂબ સૌભાગ્ય અને પૂણ્ય પ્રાપ્તિ કરનારૃ મનાય છે.જેથી મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.

આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ૧૨ કરોડ મંત્ર લેખન પોથી યુક્ત  મંત્રકૃપ ઉપર આ ૧૦૮ કીલો પારદના શીવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આમ ત્રિદિવસીય મહોત્સવ માં તા.૧૧ ફેબુ્રઆરી ના રોજ સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.અને ૧૨ ફેબુઆરીના રોજ શિવ પરીવાર મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા અને જલ યાત્રાનું આયોજન કરાયું છે.

ત્યાર બાદ રાજયભર માંથી આવેલા સંતોનું સન્માન કરવામાં આવશે.આમ બોલુન્દરા ખાતે શિવરાત્રીના દિવસે ૧૦૮ કીલો પારદ શિવલીંગ ના દર્શનાર્થે જિલ્લાભરમાંથી મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ લાભ લેશે.
છેલ્લા ૧૧૦ વર્ષથી આ આશ્રમમાં અગ્નિહોત્ર થાય છે : જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે

Post Comments