Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેવા સહકારી મંડળીમાં કરોડોની ઉચાપત થયાની આશંકા સાથે પોલીસને રજુઆત

- મોડાસાના ખંભીસર ગામની

- ખોટા ધીરાણ દર્શાવીને મંડળીના વહીવટીકર્તાઓએ ઉચાપત કર્યાનો આક્ષેપ : તપાસની માંગણી

મોડાસા,તા.૦૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મોડાસા તાલુકાના ખંભીસર ગામે સેવારત સેવા મંડળીના સેક્રેટરી દ્વારા બેંક મેનેજર સાથેના મેળાપીપણામાં ખોટા ધિરાણનું કરોડો રૃપિયાનું કૌભાંડ પંથકમાં ગાજી ઉઠયું હતું.

આ બોગસ ધિરાણ કૌભાંડમાં કસૂરવારો સામે કાર્યવાહી હાથ ધરવા સેવા મંડળીના ચેરમેન દ્વારા મોડાસા રૃરલ પોલીસ સ્ટેશનમાં દાદ માગતી અરજી કરાઈ હતી અને અંદાજે રૃપિયા અઢી કરોડ ના આ કૌભાંડમાં કસૂરવારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરાઈ હતી. સેવાના નામેે સહકારથી રચાતી કેટલીક સંસ્થાઓમાં આચરવામાં આવતાં નાણાંકીય કૌભાંડો છેલ્લા કેટલાક સમયથી ઉડીને આંખે વળગે તેમ ચમકી રહયા છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામની સેવા મંડળીના  સેક્રેટરી એ ડીએમઆર,મુદ્દત વીતી ખેત ધિરાણ અને ખેતી  વિષયક મધ્યમ મુદ્દત વીતી ધિરાણ દ્વારા ખેડૂત સભાસદોની જાણ બહાર સા.કાં.બેંકમાંથી ધિરાણ મેળવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચર્યું હતું.

આ પ્રકરણે સા.કાં. બેંક મેનેજરની શંકાસ્પદ સંડોવણી જણાતાં સાબરકાંઠા બેંકની મધ્યસ્થ કચેરીના અધિકારીઓ દ્વારા લાંબી તપાસ હાથ ધરાઈ હતી.અને આજ મંડળીના સેક્રેટરીએ રૃ.૫૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર જરૃરી બાંહેધરી પત્ર આપતાં મામલો થાળે પડયો હતા.પરંતુ આજ મંડળીના ચેરમેન કનુભાઈ પુંજાભાઈ પટેલ મોડાસા રૃરલ પોલીસ સ્ટેશને અરજી આપી દાદ માંગવામાં આવતાં આ પ્રકરણ ફરી ચર્ચાએ ચડયું હતું.

Post Comments