Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાસરીયા ચોકડી પરથી ટ્રકમાંથી રૃ.૩૨.૭૮ લાખનો દારૃ ઝડપાયો

- પાંચ શખ્સોની ધરપકડ : પોલીસે રોકડ, દારૃ, ટ્રક સહિત ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મહેસાણા,તા.૧૦ શુક્રવાર નવેમ્બર 2017

મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી મહેસાણા એલ.સી.બી. તેમજ લાંઘણજ પોલીસે સંયુક્ત રીતે બાતમી આધારે દરોડો પાડી એક ટ્રકમાંથી પાંચ આરોપી સાથે રૃ.૩૨.૭૮ લાખનો દારૃ ઝડપ્યો હતો. મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી આટલી મોટી સંખ્યામાં દારૃનો જથ્થો મળવા મામલે જિલ્લાભરમાં ભારે ચકચાર મચી છે.

મહેસાણા એલસીબીની ટીમ તેમજ લાંઘણજ પોલીસને મળેલ બાતમી આધારે શુક્રવારે મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરીયા ચોકડી પરથી એક ટ્રક ઝડપી હતી. ટ્રકની તપાસ કરતા તેમાંથી પરપ્રાંતિય દારૃની નાની-મોટી ૧૫૩૨૪ બોટલ કિ.રૃ.૩૨.૭૮ લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. પોલીસે દારૃના જથ્થા સાથે ઉ.પ્ર.ના રાજુસિંહ રામસિંહ રાજપૂત માતાદીન ખુૂબચંદ ધોબી, નીખીલ રાજ વિદ્યાનગર યાદવ, હરકીશન જનપ્રસાદ કુશવાહા તેમજ બલવંતરામ બાબુલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. પીએસઆઈ જે.એ.બારોટે લાંઘણજ પોલીસ મથકમાં પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દારૃનો જથ્થો રોકડ રકમ, ટ્રક સહિત મળી રૃ.૫૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.

Post Comments