Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીસાના ચંદાજી ગોળીયા ગામે બનાવેલો કોઝવે ધરાશયી થતાં લોકોમાં રોષ

- ગામલોકોનો મુખ્ય માર્ગ હોવાથી પુન: નવો કોઝવે બનાવવાની માંગ

ડીસા, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે થોડા સમય અગાઉ બનાવવામાં આવેલો કોઝવે ધરાશાયી થતાં ગામલોકોની મુસીબતમાં વધારો થયો છે. આ કોઝવે બનાસ નદીના પટમાંથી બનાવાયો હતો. જે તુટી પડતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.
પાણીનો નિકાલ થાય તે રીતે નાળું લાખોના ખર્ચે બનાવાયું હતું

બનાસકાંઠામાં ૨૦૧૫ અને ૨૦૧૭માં આવેલા વિનાશક પુરમાં અનેક નાળા કોઝવે રસ્તાઓનું ધોવાણ થયું હતું. જોકે વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાવ્યું હતું. જોકે આ કામોમાં વ્યાપક પ્રકારની ગેરરીતિઓ પણ થઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં ડીસાથી ભડથ રોડ ઉપરના પુલમાં થોડા સમય અગાઉ ગાબડા પણ પડયા હતા ત્યારે આવી જ બીજી ઘટના ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે બહાર આવી છે જેમાં બનાસ નદી કાંઠે આવેલા ચંદાજી ગોળીયા ગામે નદીનું વહેણ ચાલતા ગામને જોડતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હતો. જેમાં વહીવટી તંત્રએ અહીં પાણીનો નિકાલ થાય તે રીતે નાળુ બનાવી લાખોના ખર્ચે કોઝવે બનાવ્યો હતો. જોકે તાજેતરમાં જ બનાવેલો આ કોઝવે આજે અચાનક ધરાશાયી થઈ બેસી ગયો હતો અને તેમાં ગાબડા અને તીરાડો પડી હતી. ગામ લોકોને ચાલવાનો આ કોઝવે મુખ્ય માર્ગ હતો.

 આજ રસ્તેથી દૂધના ટેન્કરો સહિતના વાહનો પસાર થતા હતા ત્યારે મોટા વાહનો પસાર થવાનો મુખ્ય માર્ગ સમાન આ કોઝવે તુટી પડતાં મોટા વાહનો ચાલી શકે નહિ તેવી સ્થિતિ સર્જાઈ છે.

 જોકે આ નવિન કોઝવે તુટવા પાછળના કારણમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિ જવાબદાર હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે અને તાત્કાલિક આ ઘટનાની ન્યાયિક તપાસ કરાવી પુન: નવો કોઝવે બનાવવાની માંગ પણ ગ્રામજનોએ કરી છે.

Post Comments