Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાંતિજમાં આજે રાહુલ ગાંધી કિસાન સભાને સંબોધશે

- હાર્દિક પટેલ ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે : બે સભાથી ઉત્તેજના

પ્રાંતિજ, તા. ૧૦ શુક્રવાર નવેમ્બર 2017

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે પ્રાંતિજમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કિસાન જાહેરસભા સંબોધશે જ્યારે સાંજે ૭ વાગે પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલ ખેડૂત મહાસંમેલનને સંબોધવાના હોવાથી તાલુકામાં બંને કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લઈને શનિવારના રોજ પ્રાંતિજ શહેરમાં કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કિસાન જાહેરસભાને સંબોધવાના હોવાથી શહેરમાં અને તાલુકામાં રાહુલ ગાંધીની સભામાં જનમેદની ઉમટી પડે તે માટે કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની જાહેર સભામાં વ્યવસ્થા જાળવવા એક ડીવાયએસપી, એક પી.આઈ., ૭ પી.એસ.આઈ. તેમજ ૧૨૫ પોલીસ કોન્સ્ટેબલો પોતાની ફરજ બજાવશે.

જ્યારે બીજી તરફ શનિવારે સાંજે ૭ વાગે પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખેડૂત મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત મહામસંમેલનને હાર્દિક પટેલ સંબોધવાના હોવાથી તાલુકાના યુવાનોમાં રાજકીય ઉત્સાહ જોવા મળે છે.

Post Comments