Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિલવાઈ ખાતે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ પકડાયા

- એક ફરાર : રૃ.૪.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા,તા.૧૩જાન્યુઆરી 2018, શનિવાર

વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ ખાતે રહેણાંક મકાનમાં વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને વિજાપુર પોલીસની ટીમે બાતમી આધારે દરોડો પાડયો હતો. જેમાં ૧૦ પૈકી નવ જુગારી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

જ્યારે એક જુગારી ફરાર થઈ જતા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.વિસનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક હરેશ દુધાતને મળેલ બાતમી આધારે તેમની ટીમ અને વિજાપુર પોલીસ મથકની ટીમે શુક્રવાર સાંજે પીલવાઈ ખાતે રહેતા નટવરસિંહ કાનાજી વિહોલના ઘરે દરોડો પાડયો હતો. આ દરોડામાં ગંજીપાનાનો જુગાર રમતા પ્રહલાદ નારાયણભાઈ સુથાર રહે.માણસા, રાકેશ કાળુભાઈ સીંધી રહે.માણસા, રાજેશ અંબાલાલ પટેલ રહે.માણસા, લીલારામ પુંજીરામ પટેલ રહે.માણસા, ગોટુભાઈ સાંકાભાઈ પટેલ રહે.વિજાપુર, અનીલસિંહ મહેન્દ્રસિંહ વિહોલ રહે.પિલવાઈ, રાજેન્દ્ર અંબાલાલ રાવલ રહે.રણાસણ, દિલીપ મનુભાઈ દોશી રહે.વિજાપુર, સાદીકમીયા ગુલાબમીયા શેખ રહે.ઈટાદરા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે નટવરસિંહ કાનાજી વિહોલ દરોડા દરમિયાન ભાગી જવા પામ્યો હતો. આ દરોડામાં પોલીસે રૃ.૭૦૧૯૫ રોકડ રકમ, નવ મોબાઈલ કિ.રૃ.૨૪ હજાર ત્રણ કાર કિ.રૃ.૩.૬૦ લાખ મળી કુલ રૃ.૪.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં વિજાપુર પોલીસ મથકના પીએસઆઈ વી.જે.રાઓલે વિજાપુર પોલીસ મથકમાં આ દરોડામાં ઝડપાયેલ જુગારી અને ફરાર શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.

Post Comments