Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણા જિલ્લાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસના આદેશ

- વડનગરમાં સંચાલકના આપઘાત બાદ

મહેસાણા,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મહેસાણાના વડનગર તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકે શિક્ષકોના ત્રાસથી કરેલા આપઘાતને પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે. મધ્યાહન ભોજન યોજના સંબંધે સંચાલકો અને શિક્ષકોની ભૂમિકાને લઈ ઉભી થયેલી શંકાઓના સમાધાન અને ભવિષ્યની દુર્ઘટના નિવારવા તમામ કેન્દ્રોની રૃબરૃ મુલાકાત લેવાના આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે શિક્ષણ અને રેવન્યુ અધિકારીઓનુ આગામી દિવસોએ ઓપરેશન રજૂ થઈ શકે છે.

વડનગર તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકના આપઘાતના પડઘા સ્વરૃપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૮૦૦થી વધુ મધ્યાહન કેન્દ્રોની રૃબરૃ તપાસ કરવાના મૌખિક આદેશ કરવામાં આવ્યા છે. સરકારની જોગવાઈ મુજબ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક અને પ્રાથમિક શાળાની સંયુક્ત ભૂમિકામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિવાદો ઉભા થઈ રહ્યા છે. જેથી મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ કરેલ મંથનમાં તમામ મધ્યાહન ભોજન કેન્દ્રોની રૃબરૃ મુલાકાત કરી વિવિધ પેરામીટરને ચકાસવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સંચાલકોની રજૂઆતો, શિક્ષકોની સાથે ચર્ચા અને બંનેની ફરજો અને સત્તાઓ સંબંધિત બાબતે વિગતે ચર્ચા થઈ શકે છે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ચોક્કસ પ્રોગ્રામ બનાવી તાલુકા પ્રમાણે મધ્યાહન ભોજન કેન્દ્રોની મુલાકાતો ગોઠવવામાં આવશે.

Post Comments