Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંચાયત તલાટીકમ મંત્રીઓ પાસે કરાવવામાં આવતી મહેસુલી કામગીરી સામે વિરોધ

- મહેસુલ લગતી તમામ કામગરીનો બહિષ્કાર કરવા આવેનદપત્ર વિવિધ શાખાઓની કામગીરી મહેસુલ તલાટીઓને ફાળવો : મંડળ

મોડાસા,તા.૦૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

રાજય સરકાર દ્વારા રેવન્યુ કામગીરી હાથ ધરી ખેડૂતોને પડતી મુશ્કેલીઓના ઝડપી નિકાલ માટે મહેસુલી તલાટીની ભરતી કરાય છે.છતાં પંચાયત તલાટી કમમંત્રીને અપાતી મહેસુલી કામગીરી સામે ભિલોડા તાલુકા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા મામલતદાર ભિલોડાને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો હતો અને તાલુકમાં મહેસુલને લગતી તમામ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

ભિલોડા તાલુકા તલાટી કમમંત્રી મંડળના પ્રમુખ બી.એલ નીનામાની રાહબરી હેઠળ મંડળના હોદ્દેદારોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી મહેસુલી કામગીરી મહેસુલી તલાટીઓ પાસે જ કરાવવાની માંગ ઉઠાવાઈ હતી.ભિલોડાના મામલતદારને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પંચાયત તલાટીમંત્રી દ્વારા પંચાયતના નમુના નં.૧થી ૩૩ તથા જિલ્લા પંચાયત કચેરી સંલગ્ન તમામ કામગીરી બજાવવામાં આવે છે.પંચાયત તલાટી કમમંત્રીઓ પંચાયત મંત્રી તરીકેની કેડરમાં ફરજ બજાવતા હોઈ તેઓને પંચાયત સિવાયની કોઈ કામગીરી કરવાની થતી નથી.

જયારે રેેવન્યુ રેકર્ડને લગતા નમુના ૧થી ૧૮ની કામગીરી મહેસુલી તલાટી પાસેથી કરાવવાની રહે છે ત્યારે આવી મહેસુલી કામગીરીનો પંચાયત મંત્રીઓ ભિલોડા તાલુકામાં બહિષ્કાર કરીએ છીએ.અને મામલતદાર કચેરી,પ્રાન્ત કચેરી અને કલેકટર કચેરીની વિવિધ શાખાઓને લગતી તમામ કામગીરી મહેસુલી તલાટીઓને કરવાની થતી હોઈ તેઓને સોંપવા આ આવેદનપત્રમાં જણાવાયું હતું. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ પ્રસંગે ભિલોડા તાલુકા તલાટી કમમંત્રી મંડળના પ્રમુખ સહિત ઉપપ્રમુખ,મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Post Comments