Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાખણીના વજેગઢ પાસે દિપડાના હુમલામાં એક વ્યક્તિ ઘાયલ

- ખેતરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાની સાથે બુમાબુમ કરતા દિપડો ઝાડીમાં છુપાઈ ગયો: સ્થાનિકોમાં ભય

ડીસા, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બનાસકાંઠામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક વન્ય અને હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે. જેઓ ભુલથી રહેણાંક વિસ્તારમાં ઘુસી આવતા આવા પ્રાણીઓના હુમલામાં અનેકો ઘાયલ થયા છે.  ત્યારે લાખણી તાલુકાના વજેગઢ ગામમાં પણ દિપડા જેવા હિંસક પ્રાણી ઘુસી આવતા ફફડાટ ફેલાયો હતો અને એક વ્યક્તિને ઘાયલ કર્યો હતો.

આ ઘટનાની વિગત જોઈએ તો લાખણી તાલુકાના વજેગઢ ગામની સીમ આજુબાજુ ખેતરમાં સ્થાનિકોએ દિપડા જેવા હિંસક પ્રાણીની હીલચાલ જોઈ હતી અને તે બાદ ગામના લોકો આ દિપકડાને ગામમાંથી હાંકી કાઢવા ભેગા થયા હતા. દિપકડો જે જગ્યાએ છુપાયો હોવાની શંકા હતી ત્યાં લોકો હાથમાં જે આવ્યુ તે લઈ પહોચ્યા હતા અને હોકારા પડકારા કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. જો કે હોકારા પડકારાના અવાજોથી ખીજાયેલા અને જાડીમાં છુપાયેલા દિપડાએ એક વ્યક્તિ ઉપર તરાપ મારી હતી. જો કે લોકોએ બુમાબુમ કરતા હુમલો કરી દીપડો પુન: જાડીઓમાં છુપાઈ ગયો હતો. જયારે ઘાયલ વ્યક્તિ આ હુમલામાં લોહી લુહાણ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે ફોરેસ્ટ વિભાગને તાત્કાલીક જાણ કરવામાં આવી હતી અને દિયોદર ફોરેસ્ટ વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોચી આ દિપડાને કબજે કરવા હાલ કવાયત હાથ ધરી છે. જો કે દિપડાએ એક વ્યક્તિ ઉપર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.

Post Comments